શહેરના બે અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂૂના અનેક ગુનામાં સામેલ બે બુટલેગરોને પીસીબીની ટીમે પાસામાં ધકેલી દીધા છે. મળતી વિગત મુજબ શહેરના બે અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂૂના ગુનામાં સામેલ બુટલેગર સેજાદ ઉર્ફે નવાબ અને વિનય ઉકેડીયાને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયા તથા એમ.જે. હુણએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્યુ કરતા શીતલ પાર્ક રોડ પર મોચીનગર-રમાં રહેતો સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઇ જલવાણી (ઉ.વ.27) અને મનહરપુર અયોધ્યા ચોક પાસે યોગરાજનગર મફતીયાપરામાં રહેતો વિનય રાજુભાઇ ઉકેડીયાને પાસા હેઠળ અટકાયત કરી બંન્ને અમદાવાદ જેલ હવાલે કર્યા હતા.
સેજાદ ઉર્ફે નવાબ અગાઉ હત્યા, એટ્રોસીટી અને દારૂૂ સહિત સાત ગુનામાં અને રાજુ ઉકેડીયા અગાઉ એટ્રોસીટી, રાયોટ અને મારામારી સહિત દસ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પીસીબીના પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી સહિતના સ્ટાફ દ્વારા વોરંટની બજવણી કરવામાં આવી હતી.
