મુળ કોડીનાર પંથકનો વતની અને હાલ શાપર વેરાવળમા રહેતો યુવાન બે દીવસ પુર્વે પિતરાઇ સાથે બાઇક લઇને જમવા જતો હતો ત્યારે પારડી પાસે બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો . ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવારમા દમ તોડતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા આવેલી સરસ્વતી બેરીંગ કંપનીમા કામ કરતો હાર્દીક અમરશીભાઇ બારડા નામનો ર8 વર્ષનો યુવાન બે દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇને માસીનાં દીકરા પ્રેમજી કુમાર પ્રતાપભાઇ ઝાલા (ઉ. વ. ર0 ) સાથે જઇ રહયો હતો ત્યારે પારડી ગામ પાસે બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા ઘવાયેલા હાર્દીક બારડા અને પ્રેમજી કુમાર ઝાલાને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા ગંભીર રીતે ઘવાયેલા હાર્દીક બારડાનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક હાર્દીક બારડા મુળ કોડીનાર પંથકનો વતની હતો અને બે ભાઇ એક બહેનમા નાનો હતો માસીયાઇ ભાઇ સાથે જમવા જતો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
