રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યો

શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને રૂપિયા 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9000 ચુકવી દીધા હતાં અને બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં યુવક રાજકોટ…

શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને રૂપિયા 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9000 ચુકવી દીધા હતાં અને બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં યુવક રાજકોટ મુકી જામનગર ભાગી ગયો હતો. બાદમાં ગઈકાલે બન્ને વ્યાજખોરે યુવકને રૂા.500નો હપ્તો કરી દેવાની લાલચ આપી રાજકોટ બોલાવી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા રજાક મોહમદભાઈ પીપરવાળીયા નામનો 47 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં માનસરોવર પાસે હતો ત્યારે કવા ભરવાડ અને વિપુલ ભરવાડે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં રજાક પીપરવાળીયાએ પાવર ચોરીનું બિલ આવતાં કવા ભરવાડ અને વિપુલ ભરવાડ પાસેથી રૂા.35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9 હજાર ચુકવી દીધા હતાં. બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ છોડી જામનગર ભાગી ગયો હતો. વ્યાજખોરોેએ રૂા.500નો દરરોજનો હપ્તો કરી આપવાની લાલચ આપી રાજકોટ બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *