હળવદના ટીકરમાં યુવકને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા

હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ…

હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. હળવદ તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટીકર ગામે રહેતા વારિસભાઈ કગથરાના 19 વર્ષીય પુત્ર અયાજ કગથરાને રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી બેંક સામેની એક દુકાન પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં કોઈ અજાણ્યા કારણોસર એક વ્યક્તિએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

હુમલામાં અયાજ કગથરાને પેટના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો, જેના કારણે તેના આંતરડા બહાર આવી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અયાજને તાત્કાલિક હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. અયાજ કગથરા ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને ઇલેક્ટ્રિક કામ કરે છે.
આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પર કયા કારણોસર અને કોણે હુમલો કર્યો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *