બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે અતિથી દેવો ભવ-એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે એક યુવાન કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રેલનગરમાં રહેતાં વૃધ્ધ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતો.વધુ વિગતો મુજબ રેલનગર શ્રીનાથજી સ્કૂલ સામે શ્રીનાથજી સોસાયટી શેરી નં. રમાં રહેતો નિશાંતભાઇ રાજેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.38) નામનો યુવાન સાંજે સાડા ચારેક વાગ્યે બેડી ચોકડી મોરબી બાયપાસ પર એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં 108 બોલાવી યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનું મોત થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. બી. પટેલ સહિતે હોસ્પિટલે પહોંચી તપાસ શરૂૂ કરી હતી. મૃત્યુ પામનાર યુવાન રેલનગર શ્રીનાથજી સોસાયટી-રમાં રહેતો નિશાંતભાઇ પંડયા હોવાની માહિતી મળતાં પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનના કાકા રેલનગર અમૃત સરોવર ખાતે રહેતાં જીઇબીના નિવૃત જુનીયર એન્જિનીયર શૈલેષભાઇ વાસુદેવભાઇ પંડયા સહિતના પહોંચ્યા હતાં.
મૃતકના માતા મંજુલાબેન, કાકી પ્રિતીબેન સહિત પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં.પોલીસે શૈલેષભાઇ પંડયાની ફરિયાદ પરથી કારના ચાલક રાજેશ અમૃતલાલ ઇન્દ્રાણા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર નિશાંતભાઇ વૃધ્ધ માતા પિતાના એકના એક દિકરા અને એક બહેનથી નાના તથા અપરિણીત હતાં. તે અગાઉ મેટોડામાં નોકરી કરતાં હતાં. હાલ એ નોકરી છોડી દીધી હતી અને ગઇકાલે બપોર બાદ મોરબી રોડ પર બીજી નોકરીનું ઇન્ટરવ્યુ આપવા જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ એડીબી હોટલ નજીક રસ્તો ઓળંગતી વખતે કારની ઠોકરે ચડી જતાં મોત થયું હતું. આધારસ્તંભ દિકરાના મૃત્યુથી વૃધ્ધ માતા-પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.
