જામનગર જિલ્લાના ધ્રોળમાં જોડીયા નાકા પાસે પગપાળા ચાલીને જઈ રહેલા ધારશીભાઈ જકશીભાઈ સાડમિયાં નામના 40 વર્ષના યુવાનને રસ્તે ચાલવા બાબતે એક સફેદ કલરની ઇકો કારના ચાલક સાથે તકરાર થઈ હતી.
જે કાર ચાલકે રસ્તામાં એક બાજુ રહીને ચાલવા માટે ધારશી ભાઈ ને કહેતાં બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી, ત્યારબાદ છરી લઈને નીચે કાર ચાલક નીચે ઉતર્યો હતો, અને ધમકી આપ્યા બાદ ધારશીભાઈને ધક્કો મારી દેતાં બાજુમાં રહેલા એક દુકાનના ઓટલા નો ખૂણો લાગવાના કારણે કપાળમાં લાગ્યું હતું, અને લોહી લુહાણ બની ગયો હતો.
જેથી કાર ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થનારા અન્યા રાહદારીઓએ 108 ની ટીમને બોલાવીને ધારશીભાઈ પ્રાથમિક સારવાર કરીને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, અને સારવાર અપાઇ છે.
દરમિયાન તેણે ઇકો કારના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી. સોઢિયાએ ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.