પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યું

વેરાવળમાં PUBG  ગેમની લતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવાડીયા PUBG ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા…

વેરાવળમાં PUBG  ગેમની લતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવાડીયા PUBG ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા અને ઘરેથી નીકળી ગયા. બે બાળકોના પિતા એવા સિદ્ધરાજને વેરાવળના પનિરાધારનો આધારથ આશ્રમની રેસ્ક્યૂ ટીમે આજોઠા ગામ નજીક હાઈવે પરથી રખડતી હાલતમાં શોધી કાઢ્યા.આશ્રમના સંચાલક જનક પારેખના જણાવ્યા મુજબ, સિદ્ધરાજને એક સપ્તાહ પહેલા આશ્રમમાં લાવવામાં આવ્યા હતા. આશ્રમમાં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓ PUBG ગેમની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ બની ગયા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી ઘરથી દૂર ભટકી રહ્યા હતા.

દરમિયાન, સિદ્ધરાજના પરિવારજનોએ તેમને શોધવા માટે ત્રણ મહિના સુધી સતત પ્રયાસો કર્યા હતા. આશ્રમની ટીમે સિદ્ધરાજની યોગ્ય સારવાર કરી તેમની માનસિક સ્થિતિમાં સુધારો લાવ્યા બાદ, તેમના પરિવાર સાથે સંપર્ક સાધ્યો. પરિવાર સાથેના ભાવુક મિલન સમયે સિદ્ધરાજના બાળકો અને માતા-પિતાની આંખો અશ્રુભીની બની હતી.

આ ઘટના આધુનિક સમયમાં ઓનલાઈન ગેમિંગની લતની ગંભીરતા દર્શાવે છે અને સમાજ માટે એક ચેતવણીરૂૂપ બની રહી છે. સાથે જ આ કિસ્સો નિરાધારનો આધાર આશ્રમની માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *