માસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવાઈ

રાજકોટમાં ગ્રાઉન્ડની ઉપલબ્ધતાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતાં છ મેચ હવે વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે તેંડુલકર-લારા-વોટ્સન-કાલિસ-સાંગાકારા જેવા લિજન્ડરી ક્રિકેટર્સને રમતા જોવાનો લહાવો રાજકોટીયન્સને નહીં મળે, ફેન્સમાં…

રાજકોટમાં ગ્રાઉન્ડની ઉપલબ્ધતાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતાં છ મેચ હવે વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

તેંડુલકર-લારા-વોટ્સન-કાલિસ-સાંગાકારા જેવા લિજન્ડરી ક્રિકેટર્સને રમતા જોવાનો લહાવો રાજકોટીયન્સને નહીં મળે, ફેન્સમાં નિરાશા

આગામી તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થનાર ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવી દેવામાં આવતા ક્રિકેટ રસિયાઓમાં નિરાશાની લાગણી ફેલાયેલ છે.

મળતી માહિતી મુજબ રાજકોટમાં ગ્રાઉન્ડની ઉપલબ્ધતાને લઈને પ્રશ્ર્નો સર્જાયા હતાં. જેના પગલે માસ્ટર્સ લીગની 6 મેચો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના બદલે બરોડા ક્રિકેટ એસો.ને ફાળવી દેવામાં આવી છે.

હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ(IML)ની મેચો વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમવાની છે. બરોડા ક્રિકેટ એસોસિએશનએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. IML ટુર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાવાની છે. જેની શરૂૂઆત નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ, ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે ટૂર્નામેન્ટની શરૂૂઆત થશે. જ્યારે વડોદરામાં પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીના રોજ રમાશે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.

પ્રણવ અમીને વધુમાં જણાવ્યું હતું કે, આગામી 22 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂૂ થવાની છે.

જેની છ મેચ વડોદરામાં રમાશે. જેની પ્રથમ મેચ વડોદરામાં 28 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, કેવિન પીટરસન, ક્રિસ ગેલ, સેન વોટ્સન, કુમાર સંગાકારા, યુવરાજસિંગ, સુરેશ રૈના, જાડેજા અને વડોદરાના પઠાણ બંધુઓ સહિતના ક્રિકેટર્સ રમતા જોવા મળશે. વડોદરાના લોકોને આવા માસ્ટર્સ ટી- 20 રમતા જોવા મળશે. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સતત મેચો મળી રહી છે, જેથી અમને પ્રાઉડ ફીલ થઈ રહ્યો છે અને સતત મેચો રમાવાના કારણે વડોદરાના ટુરિઝમને પણ વેગ મળશે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શીતલ મહેતાએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટી-20 લીગને સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર પ્રમોટ કરી રહ્યા છે. જેની 6 મેચ વડોદરામાં રમવાની છે. ઇન્ટરનેશનલ માસ્ટર લીગની બોડીમાં સુનિલ ગાવસ્કર, શૌન પોલોક, સર વિવિયન રિચાર્ડ મુખ્ય છે.

ભૂતપૂર્વ ક્રિકેટરની જેમ ભૂતપૂર્વ અમ્પાયર પણ આવશે. જેમાં સાયમન ટોફેલ અને બીલી બાઈડન અમ્પાયરિંગ કરવા આવશે અને ગુંડપ્પા વિશ્વનાથ વડોદરાની તમામ છ મેચમાં મેચ રેફરીની ભૂમિકા ભજવશે.

કઈ તારીખે મેચ રમાશે
28 – ફેબ્રુઆરી, શુક્રવાર – શ્રીલંકા ટજ ઓસ્ટ્રેલિયા
1 – માર્ચ, શનિવાર – ભારત ટજ સાઉથ આફ્રિકા
3 – માર્ચ, સોમવાર – સાઉથ આફ્રિકા ટજ ઇંગ્લેન્ડ
5 – માર્ચ, બુધવાર – ભારત ટજ ઓસ્ટ્રોલિયા
6 – માર્ચ, ગુરૂૂવાર – શ્રીલંકા ટજ વેસ્ટ ઇન્ડિઝ
7 માર્ચ, શુક્રવાર – ઓસ્ટ્રેલિયા ટજ સાઉથ આફ્રિકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *