લગ્નની લાલચ આપી રાજકોટના યુવાનને ઝાલોદ યુવતી જોવા બોલાવી ઢીમ ઢાળી દીધું

દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની…

દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામ નજીક રાજકોટના રમેશ ડાંગરેચીયાની હત્યા થઈ છે. આરોપીઓએ લગ્નની લાલચ આપી 10 લાખ રૂૂપિયાની ખંડણી માગી હતી. રમેશભાઈએ ખંડણી આપવાની ના પાડતા તેમને માર મારી ઈજાગ્રસ્ત હાલતમા ખેતરમા ફેંકી દેવામા આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકો એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, મૃતક રમેશભાઈ રાજકોટના કાગદડી ગામમાં ગેરેજ ચલાવતા હતા. તેમના 14 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમને 15 વર્ષની એક પુત્રી છે. લીમડી ગામના મજૂરો સાથે મિત્રતા થયા બાદ આરોપીઓએ તેમનો લાભ લીધો હતો.

પંદર દિવસ પહેલા પ્રવીણ અને સુનીતાબેને લગ્નની વાત કરી હતી. તેમણે 2.5 લાખ રૂૂપિયા અને ચાંદીની માંગણી કરી હતી. રમેશભાઈએ આ માંગણી નકારી દીધી હતી. આરોપીઓએ 7 મે, 2025ના રોજ રમેશભાઈને લીમડી બોલાવ્યાં હતા.

8 મેના બપોરે રમેશભાઈ લીમડી પહોંચ્યા ત્યારે આરોપીઓએ 10 લાખની ખંડણી માગી હતી. રમેશભાઈએ બહેનને જાણ કરી હતી. બહેને રાજકોટ પોલીસને સૂચિત કર્યું હતું. આરોપીઓએ રમેશભાઈને ચાકલિયા ગામે ગોંધી રાખી મારપીટ કરી હતી. પછી તેમને ખેતરમાં ફેંકી દીધા હતા.

જીઆરડી કર્મચારીએ ઈજાગ્રસ્ત વ્યક્તિ અંગે પોલીસને જાણ કરી હતી. રમેશભાઈને પેથાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઝાલોદ પોલીસે 24 કલાકમાં ત્રણેય આરોપીઓ પ્રવીણ, વિપુલ અને સુનીતાબેનની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓની રિમાન્ડની કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *