કૂવો ગાળતા માથા પર પથ્થર પડતા નાના આંબલાના યુવાનનું મોત

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું…

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હુસેનભાઈ દાઉદભાઈ ગજણ (ઉ.વ. 28) એ વાડીનાર મરીન પોલીસને કરી છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા બીપીનભાઈ જીવણભાઈ ટંડેલ નામના 60 વર્ષના માછીમાર વૃધ્ધ સોમવારે દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ઓખા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *