વિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યું

ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે…

ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા

મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે પૈકી રૂા. 10 લાખની અંદરનું કામ હોય તો ડેપ્યુટી કમિશનર અને કમિશનર તેમની સત્તાની રૂહે ખર્ચ કરી શકે છે. પરંતુ જોનલ કોન્ટ્રાક્ટમાં બંધ બેસતુ કરી કોર્પોરેશને મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત કેલેન્ડર છપાવવાનું શાહસ કર્યુ અને એ પણ રૂા. 1.90 કરોડનું ટેન્ડર વગરનું કામ કરાવી નાખતા ભારે વિવાદ સર્જાયો હતો અને વિપક્ષ સહિતનાએ આ કામમાં કૌભાંડ થયાની શંકા પણ વ્યક્ત કરી હતી. ત્યારે કેલેન્ડર બનાવનાર એજન્સીએ રૂા. 1.90 કરોડનું બીલ મુકતા હાલ ઓડિટ વિભાગમાંથી પસાર થઈને બીલ મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં સહી માટે પેન્ડીંગ રહી ગયાનું જાણવા મળેલ છે. તેમજ જાણકારોના જણાવ્યા મુજબ આ બીલમાં કમિશનર સહી કરે તો વિવાદ ઉભો થાય તેમ હોય હાલ બીલ મંજુર થશે કે કેમ તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં રૂૂ. 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોય છે ત્યારે મનપાના પદાધિકારીઓએ રૂૂ.1.90 કરોડના ખર્ચે ચૂંટણીમાં લાભ મળે તે માટે પાર્ટીની વાહવાહી કરાવતા 1.60 લાખ કેલેન્ડર ટેન્ડર પ્રક્રિયા વગર છપાવી નાખ્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો અને હવે આ કેલેન્ડરના બિલ મંજૂરીમાં વિવાદના મંડાણ થયાનું ભીતરમાંથી જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ માટે રૂૂ.1.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને તેમાંથી રૂૂ.13 લાખ વપરાયા વગરના પડયા રહ્યા હોવા છતાં આ વર્ષે બજેટમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ખર્ચ માટે રૂૂ.3.30 કરોડની જોગવાઈ કરાઈ છે જેના પગલે ટલે ટેન્ડર પ્રક્રિયા વગર કેલેન્ડર છપાવવામાં મોટું કારસ્તાન આચરાયાનું બહાર આવ્યું છે. ફેબ્રુઆરી-2026માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે શાસકોએ પાર્ટીની વાહ-વાહી માટે જાન્યુઆરી માસના 25 દિવસ બાદ કેલેન્ડર પ્રસિદ્ધ કર્યા હતા અને તેના માટે શાસકોના દબાણથી અધિકારીઓએ બે વર્ષના પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટને મિકસ કરીને કેલેન્ડર કૌભાંડ આચર્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

મનપા દ્વારા 1.60 લાખ કેલેન્ડર પાછળ કરાયેલા રૂૂ.1,89,91,806ના ખર્ચે વિપક્ષ જ નહી પરંતુ શાસકપક્ષના પણ અનેક નગરસેવકોની આંખો પહોળી કરી દીધી હતી અને અમુક નગરસેવકોએ તેનો અંદરખાને વિરોધ પણ નોંધાવ્યો હતો. તેમજ કેલેન્ડર સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે હવે આ ખર્ચ મંજૂરીનો ઇસ્યુ ઉભો થયો છે અને કેલેન્ડર આવી ગયાના દોઢ માસ કરતા વધુ સમય વીતી જવા છતાં તે છાપનાર મેગા સ્ટાર કોર્પોરેશનને બિલની રકમ ન મળ્યાનું જાણવા મળે છે. એકાઉન્ટ વિભાગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં બિલ ખર્ચ મંજૂરીમાં છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરની સહી થયા બાદ એજન્સીને તેનું બિલ ચૂકવવામાં આવશે ત્યારે હાલના તબક્કે ટેન્ડર વગર અપાયેલા આવડા મોટા કોન્ટ્રાક્ટનું બિલ મંજૂર થાય તો વિવાદ સર્જાય તેવી પૂરતી શક્યતા છે આથી બીલ મંજુર થવાની શક્યતા નહીવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઓનથી અપાયેલા ત્રણ ટેન્ડરના વર્કઓર્ડર પણ અટક્યા
મહાનગરપાલિકા દ્વારા છેલ્લાઘણા સમયથી અનેક કામો ભારે ઓનથી આપવામાં આવી રહ્યા છે. જે શંકાસ્પદ હોવાથી ખુદ ભાજપના જ એક કોર્પોરેટરે આ અંગે બોર્ડમાં પ્રશ્ર્ન પુછી જવાબ માગ્યો હતો. ત્યારે મનપાએ વધુ અને શંકાસ્પદ રકમથી આપેલા કામોના વર્ક ઓર્ડર હાલ પેન્ડીંગ રહ્યાનું જણાવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં મંજુર થઈને વર્ક ઓર્ડર આપવાનો બાકી હોય તેવા મોટી ઓનથી અપાયેલા ત્રણ વર્ક ઓર્ડરો પણ હાલ ચર્ચા અંગે પેન્ડીંગ રહ્યાનું જાણવા મળેલ છે. આથી હવે વિવાદાસ્પદ કેલેન્ડરરૂપ રૂા. 1.90 કરોડનું બીલ પણ અટકતા મનપામાં ફરી અમુક કૌભાંડિયાઓ મેદાનમાં ખુલ્લેઆમ આવી ગયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *