ચાર શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
આજીવસાહતમાં ખોડિયારનગરમાં રહેતા શુભમ અરવિંદભાઇ ચાવડા(ઉ.વ.25)એ રવી મકવાણા,અજય મહેશ મકવાણા,શનિ ઉર્ફે લાલો અશોક મકવાણા અને મહેશનું નામ આપતા તેઓની સામે પોલીસમાં એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
શુભમભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,ગઇ તા.14/12ના રોજ હુ તથા મારી પત્ની અંજલી સાસુ દિવ્યાબેન હરેશભાઇ સોંદરવાના ઘરે થોરાળા રામનગર ખાતે જમવા માટે ગયેલ હતા અને બાદ મારી પત્નીને ઝીઝરા ખાવા હોય જેથી હુ સ્કૂટર લઇને ઝીઝરા લેવા માટે ગયેલ હતો અને ઝીઝરા લઇને રાત્રીના હુ અને મારો મિત્ર પ્રશાંત પરમાર મારા સાસુના ઘરે પહોંચેલ અને મારે ઘરે પાછુ જાવાનુ હતુ એટલે મે મારી પત્નીને ઝીઝરા લઇ જવા માટે ફોન કરતા મારી દીકરી તોફાન કરતી હોય જેથી મારી પત્ની મને ઝીઝરા ઉપર આપી જવા માટે કહેતી હતી પણ હુ ઉપર ઝીઝરા દેવા માટે ગયેલ નહીં અને મારી પત્નીને ઝીઝરા દેવા માટે નીચે બોલાવેલ અને તે ઝીઝરા લેવા માટે નીચે આવેલ અને અમે બંને વાતચીત કરતા હતા ત્યારે રવિ મકવાણા, અજય મહેશભાઇ અઘોલા, શની ઉર્ફે લાલો અશોક મકવાણા મારી પાસે આવેલ અને મને કહેલ કે અહીયા ગાળો કેમ બોલો છો તેમ કહી અજયે મને ફડાકો મારી દીધો હતો.
બાદમાં રવિ મકવાણાએ મને પકડી રાખેલ અને મહેશભાઇએ મને ફરીવાર ગાળો આપેલ જેથી મે તેને આ લોકોને સમજાવવા માટે કહેલ તો આ રવિ મકવાણાએ મને ધમકી આપેલ કે તમારૂૂ અહીયા એક મકાન છે તમને અહીયા નહીં રેવા દઇએ અને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપી જતા રહેલ જેથી હુ અને મિત્ર પ્રશાંત ત્યાંથી જતા રહેલ અને મારા ભાઇબંધ સબીર ઓડીયા સામે મને મળતા મે તેને આ બનાવની વાત કરેલ જેથી સબીરે કહેલ હાલ આપણા કોઇ ઓળખીતા હોય તો તેને સમજાવતા આવીએ તેમ વાત કરી હુ અને સબીર તેનુ એક્સેસ મો.સા લઇ આ મહેશભાઇ ના ઘર પાસે ગયેલ અને તેમને ઝઘડો ના કરવા માટે સમજાવેલ તો ત્યારે પણ આ રવિએ મને કહેલ કે તુ ગમે એને લઇને આવીશ તો એને પણ મારીશ અને સબીર સાથે બોલાચાલી કરી મને ફડાકા મારેલ જેથી હુ અને સબીર નીકળી ગયેલ અને બાદમાં આ લોકો સાથે સબીર અને તેના મિત્રોએ ઝઘડો કરેલ હોય અને તે લોકોને વાગી ગયું હતું.
