ત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધું

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પત્નીને એક શખ્સ ભગાડી ગયો હોય જેની…

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પત્નીને એક શખ્સ ભગાડી ગયો હોય જેની સામે પોલીસ કાર્યવાહી નહી કરતી હોવાનો આક્ષેપ કરી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ સાધુવાસવાણી રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ પાસે સનફલાવર સ્કુલ પાસે રહેતા રોહિત રાજુભાઈ રાઠોડ (ઉવ 42) નામનાં વ્યકિતએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલના બિછાને રહેલા રોહિતે પોલીસ ન્યાય નહી અપાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આલાપગ્રીન સિટી નજીક રહેતા ગોવિંદ ભરવાડ અને અન્ય બે વ્યકિતઓ રોહિતની પત્નીને ભગાડી લઈ ગયા હોય અને રોહીતને ત્રાસ આપતા હોય જે મામલે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરતા હોવાના આક્ષેપ કર્યો હતો. પોલીસે ફરિયાદ ન દાખલ કરી યોગ્ય કાર્યવાહી નહી કરતા રોહિતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ મામલે પોલીસે રોહિતનું નિવેદન નોધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *