8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની…

એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી

રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાના પ્રકરણમાં એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ફઇ સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં ક્વોસીંગ પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ અલ્કાપુરીમાં રહેતા રિયાઝભાઇ ફિરોઝભાઇ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમની બહેન રીમાબેન કારમાં આંટો મારવા નીકળ્યા બાદ લાપતા થઈ ગયા હતા.

ફઈ-ભત્રીજી અંગે કોઇ માહિતી નહીં મળતાં માખાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે અનાયા અને રીમાબેન બન્ને ઇન્દોર તરફ હોવાની માહિતીને આધારે ઇન્દોરના બેતમાં પોલીસની મદદથી બન્નેને શોધી કાઢ્યા હતા.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં મિલ્કતના હક્ક, હિત અને હિસ્સા બાબતે રીમાબેનને અસંતોષ હોવાથી રેલનગર વિસ્તારમાં રહેતા મિત્ર એડવોકેટ રાજવીરસિંહ ઝાલા સાથે મળી સગી માસૂમ ભત્રીજીના અપહરણનો પ્લાન બનાવી અપહરણ કર્યું હોવાનું ખુલતા પોલીસે રિમાબેન અને એડવોકેટ રાજવીરસિંહ ઝાલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

ત્યારબાદ ખોજા પરિવારના વડીલો દ્વારા ફરીયાદી અને આરોપી ફઈ રીમાબેન માખાણી વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.

તેથી ગુજરાત હાઈકોર્ટમાં બી.એન.એસ.એસ. ની કલમ-પ28 હેઠળ ફરિયાદ રદ કરવા કવોશીંગ પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં અરજદાર પક્ષે એવી રજુઆત કરવામાં આવી હતી કે ફરીયાદી અને અરજદાર બન્ને સગા ભાઈ-બહેન છે. તેમજ એકસાથે રહે છે અને જે બન્ને વચ્ચે ગેરસમજ હતી તેની વડીલોની હાજરીમાં સમાધાન થઈ ગયું છે. તેવી રજૂઆતો અને ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈને હાઇકોર્ટ દ્વારા હાલની ફરીયાદ રદ કરવા કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં અરજદાર તેમજ મુળ ફરીયાદી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, હિરેન નિયાલચંદાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા અને લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *