ખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોત

ખંભાળિયામાં અશોક શોરૂૂમ પાસે રહેતા મનીષગીરી ખુશાલગીરી ગોસાઈ નામના 45 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામ નજીક જમીન ખરીદી માટે…

ખંભાળિયામાં અશોક શોરૂૂમ પાસે રહેતા મનીષગીરી ખુશાલગીરી ગોસાઈ નામના 45 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામ નજીક જમીન ખરીદી માટે જોવા ગયા હતા, ત્યારે તેઓ એક મંદિરે દર્શન કરી અને ચપ્પલ પહેરતા હતા, તે સમયે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ભાવિનગીરી ગોસાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.

જ્યારે બીજા બનાવમાં, ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં રહેતા દેવુભા ઘુઘા ભા સુમણીયા નામના 45 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તામસી મગજના હોય અને ગત તા. 20 મીના રોજ પોતાના ઘરેથી ઝઘડો કરીને નીકળી ગયા બાદ આ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક હેઠળ ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામાભા ઘુઘાભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી છે.

ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી પોલીસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગામના મૂળ રહીશ વિપુલ શાંતિલાલ પ્રજાપતિ નામના 32 વર્ષના શખ્સને ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઇ, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂૂ. 29,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

રાણ ગામે યુવાન પર હુમલો
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા શામજીભાઈ લીરાભાઈ રાઠોડ નામના 48 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા ધનજી દેવરાજભાઈ સોનગરા નામના શખ્સ દ્વારા પથ્થરના ઘા ફટકારીને ઇજાઓ કરતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂૂ સાથે ઝડપાયો
ઓખા મંડળ ભીમરાણા ગામેથી સ્થાનિક પોલીસે નાગશી જેઠાભાઈ ચૌહાણ નામના 32 વર્ષના શખ્સને વિદેશી દારૂૂની નાની-મોટી ચાર બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *