જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત

ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક…

ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના ખેડૂત જયરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા જીતેન્દ્રસિંહ મહીડા નામના શ્રમિક યુવાનને ગઈકાલે સાંજે એક વાડીના સેઢે કાંટાણી તારને અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાન પોતાની પત્નીને ચ-ખાંડ લેવા જવાનું કહીને નીકળ્યો હતો, દરમિયાન વાડીના શેઢે તેને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ બનાવ અંગે મૃતક ની પત્ની બિંદુબેન જીતેન્દ્રસિંગ મહિડાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *