રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. વિષ્ણુને આંચકીની બિમારી હતી તે ત્રણ ભાઈમાં મોટો હતો અને તેમના પિતા શાકભાજી વેચે છે. પોતે અપરિણીત હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે અન્ય ઘટનામાં કુવાડવા રોડ સાત હનુમાન પાસે રૂડાનગરમાં રહેતા રણછોડભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.55) નામના પ્રૌઢ સાત હનુમાન પાસે રૂડાનગર અવધ ઈન્ડસ્ટ્રીઝ પાસે હતાં ત્યારે કોઈ કારણોસર ઝેરી ફીનાઈલ પી લેતાં તેમને સારવારમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. તેમને શ્ર્વાસની બિમારી હતી. જેનાથી કંટાળી પગલું ભરી લીધું હતું. અન્ય બનાવમાં ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે મયુરનગરમાં રહેતા હંસાબેન ભીખુભાઈ બારૈયા (ઉ.56)નું કેન્સરની બિમારી સબબ મોત નિપજ્યું હતું.
