લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત

ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના…

ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે પોતે નોકરી કરે છે તે પવનચક્કીના એરિયામાં ટ્રાન્સફોર્મર ના લોખંડના એંગલ માં રેશમની દોરી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના પિતા ઉકાભાઇ ડાયાભાઈ બાટા એ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ પી જાડેજા બનાવ ના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાનના આજથી ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા, પરંતુ લગ્નના એક વર્ષ બાદ તેના છૂટાછેડા થઈ ગયા હોવાથી તેને મનોમન લાગી આવ્યું હતું, અને ગુમસૂમ રહેતો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *