માધાપર ચોકડી પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવકે સારવારમાં દમ તોડયો

શહેરમાં મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતો યુવાન બે દિવસ પૂર્વે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.…

શહેરમાં મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતો યુવાન બે દિવસ પૂર્વે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકના મોતથી ત્રણ બહેનોએ એકના એક ભાઈ અને બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતા દેવશીભાઈ ભરતભાઈ દાદુકીયા નામનો 23 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીનાં પોતાનું બાઈક લઈ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે પ્રાથમિક પુછપરછમાં મૃતક દેવશીભાઈ દાદુકિયા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તહેવાર ટાણે જ ત્રણ બહેનોના એકના એક ભાઈ અને બે સંતાનોના પિતાના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં કુબલીયાપરામાં રહેતો નરેન્દ્ર ખીમજીભાઈ ભાટી નામનો 33 વર્ષનો યુવાન નાનામવા સર્કલ પાસે હતો ત્યારે વિશ્ણુ નાના શખ્સે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *