પોલીસ કમિશનર કચેરી ખાતે અનોખું સેવા કેન્દ્ર ‘ખાખીની માનવતા’

જરૂરિયાત મંદો માટે 24 કલાક કાર્યરત કેન્દ્ર ખાતેથી તમામ વસ્તુઓ ઉપલબ્ધ: શહેરીજનોને સેવા કેન્દ્રમાં જોડાવા પોલીસ કમિશનરની અપીલ પોલીસનું મુખ્ય કાર્ય નાગરિકોની સુરક્ષા સાથે શાંતિ…

જરૂરિયાત મંદો માટે 24 કલાક કાર્યરત કેન્દ્ર ખાતેથી તમામ વસ્તુઓ ઉપલબ્ધ: શહેરીજનોને સેવા કેન્દ્રમાં જોડાવા પોલીસ કમિશનરની અપીલ

પોલીસનું મુખ્ય કાર્ય નાગરિકોની સુરક્ષા સાથે શાંતિ અને સલામતી જળવાઈ રહે તેનું હોય છે, પરંતુ અનેક વખત ખાખીમાં રહેલી માનવતાના દર્શન પણ સમાજમાં થતા હોય છે. આવી જ એક અનોખી પહેલ રાજકોટ પોલીસ દ્વારા ખાખીની માનવતાના નામે શરૂૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર કચેરીએ શરૂૂ થયેલા આ કેન્દ્ર પર કોઈપણ વ્યક્તિને જરૂૂરિયાત મુજબની વસ્તુ નિ:શુલ્ક મળી રહેશે.

પોલીસ કમિશનર કચેરી ખાતે “ખાખીની માનવતા” નામનું આશાનું કેન્દ્ર શરૂૂ કરવામાં આવ્યું છે. જે કેન્દ્ર ખાતેથી કોઈપણ વ્યક્તિ જરૂૂરિયાત મુજબની વસ્તુ નિ:શુલ્ક લઈ શકે છે. આ અંગે ડીસીપી ઝોન 1 હેતલ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રના નિર્માણ કાર્યમાં જાણીતા ઉદ્યોગપતિ અને ઉમિયા સીદસરધામના પ્રમુખ મૌલેશ ઉકાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે. જ્યારે કે, મેનેજમેન્ટ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે.

ખાખીની માનવતા નામનું સેવા કેન્દ્ર 365 દિવસ-રાત ખુલ્લું રહેશે. તેમજ 24 કલાક જરૂૂરિયાતમંદ વ્યક્તિઓ કેન્દ્ર ખાતે આવીને જીવન જરૂૂરિયાતને લગતી ચીજ વસ્તુઓ નિ:શુલ્ક મેળવી શકશે. હાલ કેન્દ્રમાં પુરુષ, સ્ત્રી તેમજ નાના બાળકોના કપડાં, પગરખા રાખવામાં આવ્યા છે. સાથે જ ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો, બાળકોને શિક્ષણને લગતી જરૂૂરી નોટબુક, સ્ટેશનરી તેમજ ફર્સ્ટ એડ કીટ, રમકડા સહિતની ચીજ વસ્તુઓ પણ હાલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગૃહિણીઓને રસોડામાં ઉપયોગી થઈ શકે તેવા વાસણો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં કરિયાણું સહિતની ચીજ વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જો કોઈપણ જરૂૂરિયાતમંદ વ્યક્તિ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી શકે તેમ ન હોય તેવા વ્યક્તિઓને સરકારી વાહનથી તેમના રહેઠાણ ખાતે જરૂૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. તેમજ કેન્દ્ર ખાતે એક રજીસ્ટર પણ મેન્ટેન કરાશે, જેમાં જે કોઈ વ્યક્તિએ ચીજવસ્તુ કે અન્ય કોઈ બાબતની આવશ્યકતા હોય તો તે તેમાં લખી શકે છે. જેથી કરીને કદાચ કોઈ કારણોસર કેન્દ્ર ખાતે તે ચીજવસ્તુ કે અન્ય કોઈ બાબત ઉપલબ્ધ ન હોય તો તે વ્યક્તિને તેના રહેઠાણના સ્થળે પહોંચતી કરવામાં આવશે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના નાગરિકોને પણ આ માનવીય અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, લોકો પાસે સારી હાલતમાં રહેલા કપડાં, પગરખા, પુસ્તકો તેમજ રમકડા સહિતની અન્ય જરૂૂરી ચીજવસ્તુઓ પડી હોય તો તેઓ કેન્દ્ર ખાતે જમા કરાવી શકે છે. લોકો દ્વારા આપવામાં આવનાર તમામ વસ્તુઓ જરૂૂરિયાતમંદ વ્યક્તિઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસનો હેતુ માત્ર જરૂૂરિયાતમંદ વ્યક્તિઓને સહાયતા પૂરી પાડવાનો નથી, પરંતુ પ્રજા અને પોલીસ વચ્ચેના વિશ્વાસ અને સંવેદનશીલતાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *