ભીલવાસ ચોકમાં ગેસ પાઇપલાઇન લીક થતાં દોડધામ

શહેરમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજકોટના ભીલવાસ ચોકમાં અચાનક ગેસની લાઈન લીક થતાં સ્થાનિક લોકો અને…

શહેરમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજકોટના ભીલવાસ ચોકમાં અચાનક ગેસની લાઈન લીક થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ભીલવાસ ચોક વિસ્તારમાં ઉઈં પાઈપ નાખવાની કે સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન કોઈ કારણોસર જમીનમાં રહેલી ગુજરાત ગેસની એચડી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પાઇપલાઇન લીક થતાં જ ગેસ અત્યંત પ્રેશરથી બહાર આવવા લાગ્યો હતો અને ધૂળના ફુવારા છૂટ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઉપરાંત, ગુજરાત ગેસ કંપનીની ટેકનિકલ ટીમ પણ ગણતરીની મિનિટોમાં જ ત્યાં પહોંચી ગઈ હતી.

કોઈ આગ કે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂૂપે તાત્કાલિક અસરથી ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેસ સપ્લાય સુરક્ષિત રીતે બંધ કર્યા બાદ, કંપનીના અધિકારીઓ દ્વારા પાઇપલાઇનના સમારકામની (રિપેરિંગ) કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સમયસર લેવાયેલા પગલાંના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *