બસપોર્ટનો ઉપરનો માળ નશેડીઓનો અડ્ડો બન્યા, 60 ખાલી બોટલ કબજે કરાઇ: સુરક્ષામાં છીંડા હોવાથી આવારા તત્વો બેફામ બન્યા હોવાની હિતરક્ષક સમિતિના આક્ષેપ
રાજકોટમાં સરકારી સંસ્થાઓ સતત વિવાદમાં આવી રહી છે. મુસાફરોની જયાં હજારોની સંખ્યામાં અવરજવર છે તે બસપોર્ટના પ્રથમ માળેથી દારૂની 60 જેટલી ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અગાઉ પણ વોલ્વો વેઇટીંગ રૂમના બાથરૂમમાંથી દારૂની ખાલી બોટલો મળી હતી.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના કાર્યાલયમાં ફરિયાદ મળી હતી કે મુરલીધર ગેસ્ટ હાઉસ ની સામેના ભાગમાં કનક રોડ પર એસ.ટી બસ પોર્ટ ની પ્રથમ માળે આવેલી યુરીનલમાં મધરાત્રે દારૂૂની મહેફીલો જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે આ યુરીનલમાંથી અંદાજે 60 જેટલી દારૂૂની ખાલી બોટલો હતી. જે અંગે પોલ ખોલ કાર્યક્રમમાં પર્દાફાસ કરાયા બાદ એસ.ટી.ના ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈ મકવાણાભાઈને સાથે રાખી આ બોટલો અંગે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર જેની પણ જવાબદારી થતી હોય તેની સામે નિયમ મુજબ કડક પગલાં ભરવા અપીલ કરી હતી.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂૂમમાં જાણ કરી પીસીઆર વાન બોલાવતા પીસીઆર બંધ હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશનમાંથી હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ જતાપરા અને સતિષભાઈ બારડ બસપોર્ટ પર અડધી કલાક પછી આવતા દારૂૂની તમામ બોટલો મુદ્દા માલ તરીકે કબજે કરાવી હતી એક સમયે પોલીસે કીધું કે આ જગ્યાના માલિક કોણ છે ? મુસાફર હિતરક્ષક સમિતિ પ્રતિનિધિઓએ કહ્યું કે જગ્યાના માલિક કોઈપણ હોય ગુજરાતમાં દારૂૂબંધી ચાલે છે. જવાબદારો સામે સીસી ફૂટેજ મેળવી દારૂૂ લાવનારા અંગે કડકાઇ દાખવી ગુનો દાખલ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે એસ.ટી બસ સ્ટોપ એ પોકેટ મારો, લુખ્ખાઓ, દારૂૂડિયાઓ, અસામાજિકતત્વોનું સામ્રાજ્ય અને આશ્રય સ્થાન બન્યું છે. બસ પોર્ટ માં મધરાતે ડ્રાઇવ ગોઠવવામાં આવે પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કોઈ વ્યક્તિ મળી આવે તો એવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે માધાપર એસ.ટી પીકઅપ પોઇન્ટ પર બસ સ્ટેન્ડની ખંડેર હાલતમાં દારૂૂની ખાલી બેગો મળી હતી તદ ઉપરાંત એસ.ટી બસ પોર્ટના વોલ્વો રૂૂમના શૌચાલયમાંથી દારૂૂની ખાલી બેગ અને ખાલી બોટલ મળી હતી એટલે એસ.ટી બસ પોર્ટ અને એસ.ટી.ના પીક અપ પોઇન્ટ પર મહેફીલો જામતી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. તત્કાલીન સમયે પણ ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા એસ.ટી તંત્રના અધિકારીઓની પોલ ખોલી નાખવામાં આવી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
મેઇન્ટેનન્સ કરતી સાયોના એજન્સીને નોટિસ ફટકારી છે
બસપોર્ટનો નીચેનો વિસ્તાર જ જયાં બસની અવરજવર છે તે ભાગ જ રાજકોટ એસ.ટી. વિભાગની માલીકીમાં આવે છે જયારે ઉપરના તમામ માળો સાયોના એજન્સી હસ્તક આવે છે જેથી આ બનાવ બનતા અને જાણ થતા જ સાયોના એજન્સીને નોટીસ ફટકારવામાં આવી છે અને તાકીદે ઘટતુ કરવા સુચના આપી છે.
4જે.બી. કલોતર, વિભાગીય વડા, રાજકોટ એસ.ટી. ડિવિઝન
એસ.ટી. બસ પોર્ટની પોલીસ ચોકી બની ત્યારથી અલીગઢી તાળા
ગુજરાત હિત રક્ષક સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે બસપોર્ટમાં પોીસ ચોકી બનાવવામાં આવી છે પરંતુ ત્યાં કયારે સ્ટાફ હાજર હોતો નથી અને બની ત્યારથી અલીગઢી તાળા માર્યા છે. હાલ પોલીસ ચોકી માત્ર શોભાના ગાંઠીયા સમાન છે.
