શહેરની ભાગોળે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેત બિહારી યુવાનનું અગાશી પરથી પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજયું છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતો ગૌતમ બલેશ્વર ઠાકુર (ઉ.વ.38) નામનો યુવાન તા.25ના સવારે પોતાના ઘરે અગાશી પરથી પટકાતા તેને ગંભીર ઇજા થત સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃત બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવ મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
