સુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યા

  સુરતના પલસાણા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથો ભીષણ અલગ લાગી હતી. ડ્રમ ફાટવાના સમયે…

 

સુરતના પલસાણા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથો ભીષણ અલગ લાગી હતી. ડ્રમ ફાટવાના સમયે મિલમાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા. જેમાં 2ના મોત થયા છે. જ્યારે અંદર કેટલાક કામદારો સહિતના ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં આજે કારીગરો કામ કરી રહ્યા હતા આ દરમિયાન ડ્રમ ફાટ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગયી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ દાઝેલા લોકોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાએ જણાવ્યું હતું કે, પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગી હતી, સ્થળ પર બે લોકોના અવસાનના પ્રાથમિક અહેવાલ છે. 20 લોકો ઈજાગ્રસ્ત છે, જેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. સુરત મહાનગર પાલિકા, બારડોલી ફાયર વિભાગ અને 8થી 10 ફાયર ફાઈટરો આગને ઓલવવાની કામગીરીમાં જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *