અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટનાથી ખળભળાટ
રિસેસના સમયે બાળા સાથે કુચેષ્ટા કરતા વાલીઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો
અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના વાલીએ રંગેહાથ પકડ્યો : વંડા સ્કુલમાં ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધના કૃત્ય બાદ વધુ એક કલંકિત ઘટના છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો : લંપટ શિક્ષકને લોકોએ ઘેરી પોલીસના હવાલે કર્યો
અમરેલી જિલ્લામા શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના સામે આવી રહી છે. વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધના કૃત્ય બાદ હવે અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂૂના નશામા બે બાળકીને દારૂૂ પાઇ તેના પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકોના ટોળાએ ભેગા થઇ શિક્ષકને પોલીસના હવાલે કર્યો છે.
નરાધમ શિક્ષકે ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કુલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠીયા નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. ત્યારે જ વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.
આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે તે સ્કુલમા જ દારૂૂ પીએ છે અને એક બાળકીને પણ બે દિવસ પહેલા દારૂૂ પાયો હતો જેના કારણે તેને ઉલ્ટી થઇ હતી. બે દિવસ પહેલા એક બાળકીએ ઘરે વાલીને રડતા રડતા તેની સાથે શું થઇ રહ્યું છે તેની વાત કરી હતી. જેને પગલે આજે બપોરે વાલીઓ અને અન્ય લોકોએ રીસેસમા સ્કુલે પહોંચી દરવાજો ખેાલ્યો ત્યારે આ શખ્સના કપડા અસ્તવ્યસ્ત હતા. અને દરવાજો ખોલતા તેણે એક બાળકીને પોતાના પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી.
આ શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો હતો. અને બાદમા પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો. વાલીઓએ કહ્યું હતુ કે તેની પાસેથી પ્રિન્સીપાલના રૂૂમમાથી દારૂૂની બે બોટલ પણ ઝડપાઇ હતી. આ શખ્સે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂૂમમા બાળકોને ભણાવતો પણ હતો.ભારનગનરની શાળામાંથી પકડાયેલા શિક્ષકની કામલીલાના અનેક કરતુતો બહાર આવ્યા છે. બાળાઓએ તેમના વાલીને એવુ પણ જણાવ્યું હતુ કે આ શિક્ષક મોબાઇલ પર તેમને ગંદી ફિલ્મો પણ બતાવતો હતો.
મહેન્દ્ર કાવઠીયા અગાઉ લીલીયાના બવાડાની શાળામા ફરજ બજાવતો હતો. તે સમયે શિક્ષકો અને શાળાઓ સામે આરટીઆઇ કરી અરજીઓ કરી અનેક શિક્ષકોને પરેશાન કરી મુકયા હતા. ત્યારબાદ બદલીના કેમ્પમા દોઢેક વર્ષ પહેલા ભાગ લઇ તે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામા આવ્યો હતો.