ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી

ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર…

ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ નજીકના ગામમાં રહેતી શિક્ષિકા વહેલી સવારે નોકરી પર જવા માટે બસમાં રાજકોટ આવી હતી.નાગરિક બેન્ક ચોકમાં ઉતરીને પગપાળા સ્કૂલે જતી હતી ત્યારે જલારામ ચોક પાસે પાછળથી ઈલેકટ્રિક બાઈક પર આવેલા છાત્રએ તેના શરીરને સ્પર્શ કરી છેડતી કરી હતી.ત્યાર પછી છાત્ર ભાગી ગયો હતો.શિક્ષિકાએ છાત્રના યુનિફોર્મના આધારે તેની સ્કૂલ ઓળખી કાઢી હતી.

આ પછી પોતાની સ્કૂલના પ્રિન્સિપાલ વગેરેને જાણ કરતાં બધાએ છાત્ર જે સ્કૂલનો હતો ત્યાં જઈ તપાસ કરી હતી.અંતે સીસીટીવી કેમેરાના આધારે તે છાત્ર ઓળખાઇ ગયો હતો. જેથી શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે છાત્રની ઉમર 16 વર્ષ આસપાસ છે. આ રીતે એક છાત્ર શિક્ષિકાની છેડતી કરી ભાગી જાય તે ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *