ચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયો

  રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે બજરંગવાડી શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને અટકાવી બાઈકના કાગળો…

 

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે બજરંગવાડી શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને અટકાવી બાઈકના કાગળો અંગે પુછપરછ કરતા આ શખ્સે સંતોષ કારક જવાબ ન આપતા તેમણે બાઈક ચોરી અંગે સઘન પૂછપરછ કરતા બાઈક ચોરી કર્યાનું કબુલ્યું હતું.

ત્યારબાદ આરોપી રેલનગર પેટ્રોલ પમ્પ પાસે રહેતો રવિ દેવેન્દ્રભાઈ કામલિયા હોવાનું જણાવ્યું હતું.આ બાઈકની ચોરી યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાંથી કરી હોવાનું કબુલ્યું હતું.તેમજ આ કામગીરી ગાંધીગ્રામ પોલીસમાં પીએસઆઇ એમ.વી. જાડેજા, વી.ડી. રાવલિયાની રાહબરીમાં રવિભાઈ ગઢવી,રોહિતદાન ગઢવી અને સહદેવસિંહ જાડેજાએ કરી હતી.

બાઈક ચોરીની ઘટનામાં આરોપી રવિ કામલિયાની પુછપરછ કર્યા બાદ આરોપીને યુનિવર્સિટી પોલીસ મથકને સોંપી દીધો હતો. તેમ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *