શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીમારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ગોડાઉનમાં રહેલી કોસ્મેટીકની વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી. આગમાં અંદાજે 70 લાખનુ નુકસાન થયાનુ જણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં સૌરાષ્ટ્ર પેપર મીલ નામના બિલ્ડગમાં આવેલા માધવ માર્કેટિંગ નામના કોસ્મેટીક વસ્તુના ગોડાઉનમાં વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. અંદાજે ત્રણ કાલકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જો કે, વહેલી સવારે આગ લાગી હોવાથી ગોડાઉનમાં કોઇ હાજર ન હોય સદ્નસીબે જાન હાની થઇ ન હતી. ગોડાઉનાના માલિક મુકેશભાઇના જણાવ્યા મુજબ આગના લીધે ગોડાઉનામાં રહેલો કોસ્ટેમિક વસ્તુઓના જથ્થો બળીને ખાખ થઇ જતા 70લાખનું નુકસાન થયુ હતું. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યુ છે.
