ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને

શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ત્રણ સિનીયર પી.આઈની આંતરિક…

શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ત્રણ સિનીયર પી.આઈની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ તરીકે એટીએસ માંથી ફરજ બજાવી આવેલા એ.એસ.ચાવડાની નિમણુક કરવમાં આવી છે. જયારે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીનો સ્વતંત્ર હવાલો પી.આઈ એમ.આર. ગોંડલીયાને સોપવામાં આવ્યો છે.

શહેર પોલીસ તંત્રના આંતરિક માળખાને વધુ વેગવંતું બનાવવા અને ગુનાખોરી નિયંત્રણની મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની નિયુક્તિ કરવાના ઉદ્દેશ્યથી આ ફેરફાર કરાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ વિભાગમાં આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સિનીયર પી.આઈની આંતરિક બદલી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ અને પીસીબીના ઇન્ચાર્જ પી. આઈ તરીકે ફરજ બજાવતા પી. આઈ પી.આઈ એમ.આર. ગોંડલીયાને પીસીબીનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો છે.

તેમના સ્થાને એટીએસ માંથી ફરજ બજાવી આવેલા અને અગાઉ રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પી.આઈ એ.એસ.ચાવડાને પી.આઈ એમ.આર.ગોંડલીયાને સ્થાને ક્રાઈમ બ્રાંચના પી.આઈ તરીકે મુકવામાં આવ્યા છે. પી.આઈ એ.એસ.ચાવડાને સ્થાને આર્થિક ગુના નિવારણ શાખામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પી.આઈ તરીકે ફરજ બજાવતા ડી.એમ. હરિપરાને મુકવામાં આવ્યા છે. પી.આઈ ડી.એમ. હરિપરાની બદલી થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પી.આઈ તરીકેનો વધારાનો ચાર્જ સાયબર ક્રાઇમમાં જ ફરજ બજાવતા પી.આઈ એસ.ડી. ફુલતરીયાને સોંપવામાં આવ્યો છે. આ બદલીઓથી રાજકોટ શહેર પોલીસની ગુના સંશોધન શાખા અને આર્થિક ગુના નિવારણ શાખાની કામગીરીમાં વધુ સચોટતા અને ઝડપ આવશે તેમ વર્તાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *