ચાલક પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, મોટી દુર્ઘટના સહેજમાં અટકી
બેફામ બનેલા ડમ્પરચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ પર મનહરપુર-1 માં પુરપાટ ઝડપે ધસી આવેલા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી એક બાદ એક સાથે ત્રણ વિજપોલને હડફેટે લઇ ધરાશાયી કરી દીધા હતા.દરમિયાન અહીં એક વીજપોલ પાસે ગરબીનું આયોજન થતું હોય વીજપોલ ધરાશાયી થતાં ગરબીનો મંડપ પણ તૂટી ગયો હતો.
ડમ્પર ચાલકે અકસ્માતની હરમાળા સર્જી દેતા ગ્રામજનોમાં નાશભાગ મચી ગઈ હતી. અકસ્માતની આ ઘટનાને લઇ સવારના સુમારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. દરમિયાન પોલીસને કોઈએ જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. તેમજ ડમ્પરના ચાલકને સંકજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. આ અસ્માતની ઘટના બાદ ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
અકસ્માતની આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ડમ્પર ચાલકને ઝડપી લઈ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જ્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ડમ્પરનો ચાલક દારૂના નશામાં હતો. તેમજ અહીં દેશીદારૂૂના ધંધાર્થીઓ બેરોકટોક પણે ધંધો ચલાવી રહ્યા છે, જેના લીધે દેશી દારૂૂની મહેફીલ માણવા આવતા શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે.
