ચેન્નઇની પેઢી પાસેથી 1000 ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો, પૈસા લઇ માલ ન મોકલતા ફરિયાદ નોંધાવી
રાજકોટના વેપારી સાથે ખાંડ સપ્લાય કરવાના બહાને રૂૂ.44.91 લાખની છેતરપીંડી થયાનો બનાવ સામે આવતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.આ બનાવ અંગે રાજકોટમાં કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડીમાં રહેતાં તુષારભાઈ મનહરભાઇ ઇલાણી (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચેન્નઈના તમીલરસી પેરૂૂમલ જે એલિપ્સ યુનિવર્સલ ટ્રેડિંગ ઇન્ડિયાના ડિરેક્ટરનું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એકસપોર્ટ ઇમ્પોર્ટનો બારોટજી ઇન્ટરનેશનલ નામની ભાગીદારી પેઢીથી વેપાર કરે છે. આ ભાગીદાર પેઢીમાં તેઓ અને તેમના પત્ની વીધી ભાગીદારો છે.પેઢીની ઓફીસ સત્યસાંઈ હોસ્પિટલની સામે શ્રી બીલ્ડીગ બીજા માળે વર્ષ 2021 થી 2024 સુધી આવેલ હતી, હાલમાં ફોર્ચ્યુન હોટલની નજીક કૃતિ ઓનેલા બિલ્ડીંગ પહેલા માળે આવેલ છે.ભાગીદારી પેઢીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફૂડ આઇટમનો ધંધો કરે છે. જેમાં ભારતના અલગ-અલગ રાજયોમાંથી વેપારીઓ પાસેથી તેઓને વિદેશમાંથી મળેલ ઓર્ડર મુજબ ફુડ આઇટમનો માલ મંગાવી જે તે દેશમાં એકસ્પોર્ટ કરે છે.
વર્ષ 2021 માં પેઢીના નામે તેઓ ખાંડ (સુગર) નો ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ઓર્ડર મુજબ ધંધો કરતો હતો અને આ માટે ખાંડ (સુગર) નો ધંધો કરતા વેપારીઓનો સંપર્ક કરેલ જેમાં વાયા મારફત તમીલરસી પેરુમલ જે એલીપ્સ યુનિવર્સલ ટ્રેડીંગ ઇન્ડીયાના ડીરેક્ટર સાથે ફોનથી વાતચીત થયેલ અને આ દરમ્યાન ફરીયાદીને દુબઈ સુપ્રીમ ગલ્ફ નામની કંપનીમાંથી ખાંડ (સુગર) નો 1000 ટનનો ઓર્ડર આવેલ હતો.જેથી તેઓએ તમીલરસી પેરૂૂમલને દુબઈની કંપની તરફથી ખાંડ (સુગર) 1000 ટનનો ઓર્ડર મળેલ છે તે બાબતે ફોનથી વાતચીત કરેલ અને તેઓએ ખાંડના 1 કિલ્લોના રૂૂ.36/- લેખે ભાવ આપેલ અને તેઓને 540 ટન માલનો ઓર્ડર લખાવેલ હતો.
તેઓએ ફોનમાં જણાવેલ કે, હું તમને ખાંડનો જથ્થો તમારા ઓર્ડર મુજબનો 540 ટન પુરો પાડી દઇશ. સૌ પ્રથમ 135 ટન માલ તેઓ પાસેથી મંગાવેલ જે માટે તેઓએ પહેલા પેમેન્ટ કરવાનુ કહેતા તા.26/12/2022 ના 15 લાખ તથા તા.16/01/2023 ના 5 લાખ, તા.20/01/2023 ના 15 લાખ આર.ટી.જી.એસ. કરી ટ્રાન્સફર કર્યા હતાં.
તેઓએ અલગ-અલગ 4 ટ્રકના જેમાં એક ટ્રકમાં 25 ટન માલ એ રીતે કુલ 100 ટન માલના ઈ વે બિલ મોકલેલ હતા. પરંતુ તે માલ આવેલ ન હોય જેથી ચેન્નાઈ ખાતે તમીલરસી પેરૂૂમલની ઓફિસે તા.25/01/2023 ના મળેલ હતો. તેઓએ જણાવેલ કે, ઉપરથી માલ આવેલ નથી જેથી તમારો માલ મે મોકલેલ નથી. જે બાદ ફરીયાદીએ કહેલ કે, ક્ધટેનર બુકીંગ કરાવેલ હતા તે કેન્સલ કરાવવા પડેલ જેની પેનલ્ટી રૂૂા.9,91,200 પણ અમને લાગેલ છે. જેથી રૂૂ. 20 લાખનો ચેક આપેલ અને કહેલ કે, હુ થોડો દિવસમાં તમારો માલ મોકલાવી આપીશ.
પરંતુ ત્યારબાદ આરોપીએ ઓર્ડર મુજબ ખાંડનો માલ મોકલેલ નહી. જેથી તેઓએ આપેલ 20 લાખનો ચેક બેંકમાં નાંખેલ તો ચેક રીટર્ન થયેલ હતો. તેને માલ મોકલવા જણાવતા દર વખતે જુદા-જુદા બહાના આપી માલ મોકલવાના બદલે સમય પસાર કરતો હતો. જેથી દુબઇ ખાતેનો ઓર્ડર સમયસર માલ નહીં મળતા કેન્સલ થયેલ હતો.
જે બાદ પૈસા પરત કરો તેમ અવાર નવાર માંગણી કરતા આરોપીએ પૈસા પરત કરેલ નહિ અને ખાંડના જથ્થા માટે એડવાન્સ પેટે જે રકમ આપેલ તે કુલ રૂૂ.35 લાખ કાયદેસરની લેણી નીકળતી રકમ પરત કરેલ નથી.તેમજ ક્ધટેનર બુકીંગ કરાવેલ હતા તે કેન્સલ કરાવવા પડેલ જેની પેનલ્ટી રૂૂ.9,91,200 પણ તેઓએ અલગથી ચુકવેલ છે. જેથી આરોપીએ રૂૂ.44.91 લાખની છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. આર.ભરવાડ અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
