પડવલામાં BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્નેના ચાલકો વચ્ચે જાહેરમાં બઘડાટી

પડવલા ગામે આવેલી ફાટક પાસે BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્ને ચાલકો વચ્ચે સામસામે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી અને બંન્નેને સારવાર માટે…

પડવલા ગામે આવેલી ફાટક પાસે BMW અને રિક્ષા સામસામે આવી જતા બંન્ને ચાલકો વચ્ચે સામસામે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી અને બંન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર આસ્થા રેસીડેન્સીની સામે આવેલા આંબેડકરનગરમાં રહેતા ચેતનભાઇ કિશોરભાઇ બગડા (ઉ.વ.40) ગઇકાલે સાંજે પડવલા પાસે આવેલી ફાટક નજીક હતા ત્યારે હકુભા અને તેની સાથેના શખ્સોએ ધોક્કા-પાઇપ વડે માર માર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પોતે રિક્ષામાં પેસેન્જર બેસાડી જતો હતો ત્યારે સામેથી BMW કાર આવતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

જયારે સામાપક્ષે પડવલા ગામે જલદીપ પાનની સામે રહેતા અશ્ર્વીન કરશનભાઇ અધેરા (ઉ.વ.34) ગઇકાલે સાંજે પડવલા ફાટકા પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો. અશ્ર્વીને જણાવ્યુ હતુ કે પોતો રીબ ગામથી પડવલા તરફ પોતાની કાર લઇ આવતો હતો ત્યારે ફાટક પાસે ખાડો હતો અને ત્યા સ્પીડબ્રેકર પણ હતું સામે રીક્ષા આવતી હતી કારની લાઇટ ડીમ અને ફૂલ કરી છતા રીક્ષાનો ચાલક સામસામે આવી જતા રીક્ષામાં સવાર શખ્સે ગાળો આપતા તેમને ગાળો આપવાની ના પાડી હતી. તેમણે ધોકો લઇને માર માર્યો હતો આ સમગ્ર ઘટના મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *