શંકાસ્પદ ક્રેટા કારના રાજકોટના ચક્કર, નંબર પ્લેટ બોગસ નીકળી, 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છતાં પોલીસને ચોક્કસ માહિતી ન મળી
શહેરના ચંપક નગરમાં રૂૂ.1.62 કરોડની આશરે 120 કિલોગ્રામ ચાંદીની ચોરીની ઘટનામાં પોલીસ પણ ગોટે ચડી છે. સામાંકાઠા વિસ્તારમાં રહેતા અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં ચાંદી રાખ્યું હોય તે ચાંદીની ચોરી થઇ હતી. રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યાં 1.62 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કરી લીધો છે. આ ચોરીમાં એક શંકાસ્પદ કાર દેખાઈ હોય જે અંગે માહિતી મેળવવા પોલીસે શહેરભરના 200 થી વધુ કેમેરા ચેક કર્યા છતાં કઈ મહત્વની વિગતો મળી નથી કારમાં લગાવેલી નંબર પ્લેટ અંગે તપાસ કરતા તે પણ બોગસ નીકળી છે ત્યારે હવે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અન્ય દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તસ્કરો રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ક્રેટા કાર લઈને આવ્યા હતા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. ઘરમાં .1.62 કરોડાની આશરે 120 કિલોગ્રામ ચાંદીની ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બિપિનભાઈએ વેપારી અતુલભાઈ પટેલને કરી હતી, તેમણે તાત્કાલિક પોલીસ અને ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ પટેલ ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલી છે ત્યાં .1.62 કરોડાની આશરે 120 કિલોગ્રામ ચાંદી રાખી હતી જે ચોરી થઇ હતી.
પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂૂ કરી દીધી છે. હાલ આસપાસના વિસ્તારોના ઈઈઝટ કેમેરાની ફૂટેજની ચકાસણી થઈ રહી છે. આ ચોરીના પડઘા પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાને પણ પડ્યા હતા. આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા , ડીસીપી ઝોન-1 હેતલ પટેલ સહિતના અધિકારીઓ ઘટન સ્થળે દોડી ગયા હતા.
સીસીટીવીમાં દેખાયેલ શંકાસ્પદ ક્રેટા કાર ચોરીના સ્થળ થી નીકળી રાજકોટ શહેરમાં ચક્કર લગાવતી હોવાના ફૂટેજ મળ્યા છે. પોલીસે અત્યાર સુધી 200 થી વધુ કેમેરા ચેક કર્યા છતાં આ કાર ચોરીના સ્થળે દેખાયા બાદ કઈ તરફ ગઈ તે ચોક્કસ દિશા પોલીસને મળી નથી. તેમજ કારની નંબર પ્લેટ પણ બોગસ હોવાનું ખુલ્યું છે. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે રાજકોટ શહેર ની કેટલીક હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ કર્યું હતું. તેમજ બિપીનભાઈ અને અતુલભાઈને ત્યાં કામ કરતા કારીગરો પણ પુછપરછ શરૂૂ કરી છે. પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ગોટે ચડી છે.
પોલીસની 10 જેટલી ટીમોની ત્રણ જિલ્લામાં તપાસ
સામાકાંઠે વિસ્તારમાં થયેલી ચાંદીની ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ પોલીસ ધંધે લાગી છે. પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છતા કોઇ મહત્વના પુરાવા મળ્યા નથી ત્યારે રાજકોટ પોલીસની અલગ અલગ 10 ટીમો આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર તેમજ જામનગર અને અમદાવાદ જિલ્લામાં પણ પોલીસ ટુકડીઓ તપાસ કરી રહી છે. શંકાસ્પદ કેરટા કારની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોય ત્યારે આ ચોરીમાં પુર્વ આયોજિત કાવતરુ રચાયુ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, એસોજી અને સ્થાનીક બી ડિવિઝન પોલીસની 10 જેટલી ટીમો ચોરીનો ભેદ ઉકેલવા તપાસ કરી રહી છે.
