દિલ્હી ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂા.88.50 લાખ પડાવનાર ગેંગનો સભ્ય ઝડપાયો

રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખ પડાવનાર ટોળકીનો…

રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખ પડાવનાર ટોળકીનો એક સભ્ય મધ્યપ્રદેશથી પકડાઈ ગયો છે.

મળતી વિગતો મુજબ ફરિયાદી સેસન્સ કોર્ટમાં આસિસ્ટન્ટ કલાર્ક દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.69)ને તા. 08 જુલાઈ, 2025ના રોજ ફોન કરી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાથી બોલું છું, તેમ કહીને વૃદ્ધને દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં સંદીપ કુમાર જે ICICI બેંક મેનેજર હતાં, તેઓ વિરૂૂધ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને સંદીપકુમારે જે ફ્રોડ કરેલ છે, તેમાથી તમને સંદિપકુમારે 10% હિસ્સો આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમા નિવેદન આપ્યું છે. તેમ કહી 88.50 લાખ પડાવ્યા હતા.

આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદ બાદ તાત્કાલિક અસરથી આરોપી પકડવા સૂચના આધારે ટેક્નિકલ સોર્સીસ મદદથી તપાસ કરતા આરોપીઓ જે ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. તે પૈકી એક એકાઉન્ટ ધારક બ્રિજેશ પરેશભાઈ પટેલ ભાવનગરના હોવાનું સામે આવ્યું હતું અને તેના ખાતામાં રૂૂપિયા 10 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ ધારક સાથે કમિશનમાં બે અન્ય આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા જેથી પોલીસે આજ રોજ ત્રણ આરોપી બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ભારતના અન્ય રાજ્યમાંથી ઓનલાઈન સાયબર ફ્રોડની રકમ જમા થઇ હોવાનું પણ સામે આવ્યું છે.આ ઉપરાંત ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં 88.50 લાખ પડાવવામાં આવ્યા હતાં, તે પણ ભારતના અલગ અલગ 5થી 6 રાજ્યના 8 જેટલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ મામલે સાઈબર ક્રાઈમની ટીમે મધ્યપ્રદેશના દેવાસમાં દ્રોપતી નગર વિજ્ય જ્યોતી સ્કુલની બાજુમા રહેતા દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષી નામના વિધાર્થીની ધરપકડ કરી છે. દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોષીએ પોતાના બેંક એકાઉન્ટમાં ફરીયાદી સાથે થયેલ સાયબર ફ્રોડના કુલ રૂૂ.8,00,000 રૂૂપીયા જમા થયા હતા. તેની સામે બેંક એકાઉન્ટ વિરૂૂધ્ધ અલગ-અલગ રાજ્યમાં કુલ-21 અરજીઓ થયેલ છે. સાઈબર ક્રાઈમના પી.આઈ જે.એમ.કૈલા સાથે એસ.ડી. ગીલવા, એ.એસ.આઇ.કુપાલસિંહ ઝાલા, પો.હેડ.કો. વિજયસિંહ જાડેજા, સુધીરભાઇ સુતરીયા, પો.કોન્સ., સાગરભાઇ સાગઠીયા, હરેશભાઈ સાવલીયા, કિશોરભાઇ રંગાણીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *