કચ્છ
ભુજ બસપોર્ટમાં હથિયાર લઇ ઘુસેલા શખ્સે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાવ્યો
પોલીસે પકડી લેતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો
શહેરના બસપોર્ટમાં ગુરુવારે રાત્રિના અરસામાં તીક્ષ્ણ હથિયાર અને લાકડી લઈને ફરતા માનસિક અસ્વસ્થ જણાતા યુવકે મુસાફરો સહિત લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. હાજર રહેલા લોકો અને સુરક્ષાકર્મીએ આ યુવકને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અંતે પોલીસે આવીને તેની અટકાયત કરી હતી. નવા બનેલા બસ સ્ટેશનમાં કોઈ અજાણ્યો અને માનસિક અસ્વસ્થ લાગતો યુવક ઘૂસી આવ્યો હતો. તેના હાથમાં ધારિયું અને લાકડી જેવા હથિયારથી હાજર રહેલા લોકોમાં ડર છવાયો હતો.
સુરક્ષાકર્મી અને કેટલાક લોકોએ તેની પાસે રહેલા હથિયાર લેવાના પ્રયાસ કરતાં તેણે નાસવાની કોશિશ કરી હતી. લાંબી લમણાઝીંક બાદ અંતે પોલીસને બોલાવાતાં તેની અટક કરાઈ હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તે પોતાની ઓળખ આપી શક્યો નહોતો, તેથી તેને લઈ જતાં મુસાફરો સહિતના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
કચ્છ
કચ્છ-ભુજમાં એરફોર્સના જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
ભુજ એરફોર્સમાં ફરજ બજાવતા યુપીના જવાનએ 4 દિવસ પૂર્વે પોતાના રૂૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, બીજીતરફ નખત્રાણા તાલુકાના નિરોણા ગામની વાડી વિસ્તારમાં 11 દિવસ પહેલા ઝેરી દવા પી લેનારા ઓરીરાના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઉતર પ્રદેશના અને ભુજ એરફોર્સ સ્ટેશનમાં કોન્સ્પેબલ તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય અનિલકુમાર રામ અવધ નામના જવાને પોતાના રૂૂમમાં પંખા પર ચાદર વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઠાકોરે જણાવ્યું હતું કે, મરણજનાર જવાનના રૂૂમમાં રહેતા અન્ય ત્રણ જવાનો જામનગર ગયા હોઇ મરણજનાર રૂૂમમાં એકલો હતો. અને 1 નવેમ્બરના રોજ ફાંસો ખાઇ લીધો હતો. રૂૂમમાંથી વાસ આવતાં ઘટના અંગેની જાણ થઇ હતી. જવાને કયા કારણોસર આપઘાત કરી લીધો તે હજુ સામે આવ્યું નથી પોલીસે તપાસ હાથ ધરી છે.
કચ્છ
લખપત તાલુકા ભાજપ પ્રમુખ પર ખૂની હુમલો
પૂજારી માટે રૂમ બનાવવા મામલે માથાકૂટ થઇ હતી, માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા
લખપત તાલુકા ભાજપના પ્રમુખ અને અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર ઉપર આશાપરમાં ઘાતક હુમલો થતાં ચકચાર પ્રસરી છે. ઘાયલને સારવાર અર્થે ખસેડાયા છે અને આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે. લખપત તાલુકા ભાજપ પ્રમુખ, કે.ડી.સી.સી. બેંકના ડાયરેક્ટર તેમજ ક્ષત્રિય અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર ઉપર આશાપર ગામે યુવાન દ્વારા માથાના ભાગે ઘાતક હુમલો થતાં તેમને રક્તરંજિત હાલતમાં પ્રથમ દયાપર સી.એચ.સી., ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા.
આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બુધવારની બપોરે આશાપર શિવમંદિરે દાતા વેસલજી તુંવર તરફથી મંદિરની બાજુમાં પૂજારી માટે રૂૂમ બનાવવા બાંધકામનું કામ શરૂૂ કરાયું હતું. આશાપર ગામના અગ્રણીઓ દ્વારા બતાવેલી જમીન ઉપર કામ શરૂૂ કરતાં ત્યાં બલવંતસિંહ ભેરજી સોઢાએ સ્થળ ઉપર કામ કરતા કામદારો સાથે ગાળાગાળી કરી કામ બંધ કરાવ્યું હતું. આ વાતના સમાચાર મળતાં વેલસજી સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે તેમના ઉપર હુમલો થતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.
આ બનાવના સમાચાર ફેલાતાં ભાડરા,આશાપર,માતાના મઢ, દયાપર સહિતના અગ્રણીઓ દયાપર હોસ્પિટલે દોડી આવ્યા હતા. દયાપરથી 108 દ્વારા ભુજ ખસેડતી વખતે તે એમ્બ્યુલન્સની સ્પીડ 50થી ઉપર ન હોતાં માતાના મઢથી ખાનગી વાહન દ્વારા ભુજ ખાતે વેસલજી દાદાને લઇ જવાયા હતા તેવું બળુભા તુંવરે જણાવ્યું હતું. બીજીબાજુ હુમલો કરનાર શખ્સને દયાપર પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લીધાનું પી.એસ.આઇ. કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય