શહેરની ભાગોળે આવેલા પારડી ગામે રહેતા અને પાન-ફાંકીના ધંધાની સાથે ગેસ સીલીન્ડરનો ધંધો કરતા મિત્ર પાસે યુવાન ગેસનો બાટલો લેવા ગયો હતો ત્યારે નથી દેવોતેવુ કહી દુકાનદારે મિત્રને ગેસ સીલીન્ડર ઉઠાવીને મારી દીદા યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખશેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પારડી ગામે રહેતા ભાવેશ કરુણાશંકર વ્યાસ નામનો 40 વર્ષનો યુવાન પારડી ગામના પુલ પાસે હતો ત્યારે અમિત પટેલ તેના ભાઈ રસીક અને તેના પુત્ર રોનક સહિતનાએ ઝઘડો કરી પગના ભાગે ગેસન બાટલો મારી દીધો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર અમિત પટેક્ષલ પાનની દુકાન ધરાવે છે અને ગેસના બાટલાનો ધંધો કરે છે. હુમલાખોર અમિત પટેલ ઈજાગ્રસ્ત ભાવેશ વ્યાસનો મિત્ર છે ભાવેશ વ્યાસ બાટલો લેવા જતાં અમિત પટેલે ‘નથી દેવો’ તેવું કહી ઝઘડો કરી માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.