તાજેતરમાં સુરતમાં ઘણા બધા બોગસ ડોકટરને પકડી પાડ્યા હતા.ત્યારે રાજકોટ શહેરના ત્રંબા ગામમાં એકાદ વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ તબીબને આજીડેમ પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ મૂળ મહિકા ગામનો યુવાન લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથીક દવાની સાથે દર્દીઓને બાટલા પણ ચડાવવા લાગ્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી રૂૂ.12 હજારની દવા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વધુ વિહઆજીડેમ પોલીસ મથકના પીઆઈ એ. બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ દેવા ધરજીયા,સંજય બારોટ, દિવ્યરાજસિંહ જાડેજાને ત્રંબા ગામમાં મેઈન બજાર રામજી મંદીર પાસે નામ વગરનું દવાખાનું કલીનીક આવેલું છે.જે દવાખાનામાં જીગર મોલીયા નામનો શખ્સ કોઇપણ જાતની ડીગ્રી વગર લોકોને જોઈ તપાસી દવા આપી તથા બાટલા ચઢાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી
લોખંડનું શટર વાળું દવાખાનું હોય જેમાં પ્રવેશ કરી કલીનીકની અંદર ખુરશી ઉપર એક શખ્સ બેઠેલ હોય જેમનું નામ પૂછતાં પોતાનુ નામ જીગર વલ્લભભાઈ મોલીયા (ઉ.વ.41, રહે. કોઠારીયા કોલોની કવાટર નં.581, સોરઠીયાવાડી સર્કલ પાસે, રાજકોટ મુળ.મહીકા ગામ) જણાવ્યું હતું.
તેમજ ત્યાં ખુરશી ઉપર સ્ટેથોસ્કોપ અને ઈન્જેક્શનો તેમજ બ્લડ પ્રેશર માપવાનુ મશીન પડેલ હતું. આરોપી પાસે મેડીકલ પ્રેકટીશ કરવા અંગે ડીગ્રી સર્ટીફીકેટ બાબતે પૂછતાં મેડિકલ સર્ટી નહી હોવાનુ જણાવેલ અને પોતે બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ હોવાનુ જણાવેલ હતું. ઉપરાંત કબુલાત આપેલ કે,દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ આપે છે.તેમજ ઇન્ડોર પેસન્ટ તરીકે દર્દીઓને બાટલા ચઢાવી સારવાર કરે છે.તેમજ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કરેલ નોકરીના અનુભવથી એકાદ વર્ષથી દવાખાનું ખોલો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં શખ્સની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ અને સાધનો મળી કુલ રૂૂ.12,620 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
