બાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યો

અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મકાનનું રસોડું ધરાશાયી થઈ ગયું હતું તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ…

અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મકાનનું રસોડું ધરાશાયી થઈ ગયું હતું તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ નુકસાન થયું હતું. ભેદ ધડાકાથી આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ જતાં દોડીને બહાર રસ્તા પર આવી પહોંચ્યા હતાં. વહેલી સવારે ચારેક વાગ્યાની આ ઘટનામાં હાલ તંત્રએ પહોંચી તપાસ શરૂ કરી છે.

અમરેલીના ગરણીમાં ખેડૂતના મકાનના રસોડામાં થયો ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ઉત્તેજના સાથે ડરનો માહોલ અમરેલીના ગરણી ગામમાં ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

અમરેલીના ગરણી ગામમાં ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો થયો હતો જેનાથી મકાનનો ઘણો ઘરો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ધડાકાથી રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી હતી. ભર નિન્દ્રામાં રહેલા લોકો ભેદી ધડાકાના પગલે જાગી ગયા હતા. લોકોમાં ભારે કૂતુહલ સાથે ડર જોવા મળી રહ્યો છે.

જો કે ધડાકામાં ઘરમાં રહેલો ગેસ સિલીન્ડર અને ફ્રીજ સલામત રહ્યું હતું. પરંતુ ભેદી ધડાકાના કારણે મકાનમાલિક અને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ટોળા એકત્ર થયા હતા અને પછી બાબરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂૂ કરી છે. ધડાકો શાના કારણે થયો છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *