જાગનાથ પોલીસ ચોકી પાસે બે બાઇક સામસામા અથડાતાં ચાલક સગીરનું મોત

બાઇકસવાર બે મિત્રોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ત્રણ દિવસ પહેલા મોડી રાતે રોયલ ઇન્ફીલ્ડ બૂલેટ અને હોન્ડા શાઇન…

બાઇકસવાર બે મિત્રોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા; પોલીસ ફરિયાદ

શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ત્રણ દિવસ પહેલા મોડી રાતે રોયલ ઇન્ફીલ્ડ બૂલેટ અને હોન્ડા શાઇન બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકના ચાલક અને તેના મિત્રને ઇજાઓ થઇ હતી અને એકને ફ્રેકચર થયું હતું. જ્યારે બૂલેટ ચાલક પારેવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં પ્રકાશ દેવાંગભાઇ ચૌહાણ (ઉ.વ.18)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ હતો. તેનું ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા-6માં રહેતાં અને સોની કામ કરતાં અશરફુલ હૈદરભાઇ મીર (ઉ.વ.30)ની ફરિયાદ પરથી રોયલ ઇન્ફીલ્ડ બૂલેટ નં. જીજે03એનક્યુ-4911ના ચાલક પ્રકાશ દેવાંગભાઇ ચૌહાણ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો હતો. 12મીએ રાતે દોઢેક વાગ્યે અશરફુલ અને તેનો મિત્ર મહમદ મહેરાજ અબ્દુલ મંડલ બંને સોની બજારમાંથી હોન્ડા શાઇન જીજે03ડીબી-7436માં બેસી કાલાવડ રોડ તરફ ચા પીવા જતાં હતાં આ વખતે અશરફુલ હોન્ડા ચલાવી રહ્યો હતો. બંને મિત્રો ડો. યાજ્ઞિક રોડ સીટી પ્લાઝા કોમર્શિયલ કોમ્પલેક્ષ પાસે પહોંચ્યા ત્યારે જીલ્લા પંચાયત ચોક તરફથી ડલબ સવારીવાળુ બૂલેટ આવ્યું હતું. જે હોન્ડા શાઇન સાથે અથડાતાં અશરફુલ અને તેનો મિત્ર મહમદ મહેરાજ ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી.

બૂલેટના ચાલકને પણ ઇજા પહોંચી હોઇ કોઇએ 108 બોલાવતાં બધાને ાસરવાર માટે ખસેડાયા હતાં. દરમિયાન બૂલેટ ચાલકના પરિવારજનો પણ આવ્યા હતાં. એ પછી તેનું નામ પ્રકાશ દેવાંગભાઇ ચૌહાણ હોવાનું ખુલ્યુ હતું. અકસમાતમાં મહમદ મહેરાજને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. જ્યારે બૂલેટ ચાલક પ્રકાશને પણ ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયો હતો. એ-ડિવીઝન પોલીસે પ્રકાશ વિરૂૂધ્ધ હેડકોન્સ. એન. બી. શીયાળે ગુનો નોંધ્યો હતો.

સારવાર દરમિયાન ગત રાતે પ્રકાશ ચોહાણનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તે ગરેડીયા કુવા રોડ પર કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. તેના પિતા રિક્ષાચાલક છે. પોતે એક બહેનથી નાનો અને પરિવારનો એકનો એક દિકરો હતો. બનાવની રાતે તે રેસકોર્ષ રીંગ રોડ પર આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો. લાડકવાયના મૃત્યુથી ચૌહાણ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *