ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લાલપુરમાં રહેતો અને પવનચક્કીઓમાં રીપેરીંગ વગેરેનું કામ કરતો સંદીપકુમાર નિરંજનસિંહ જાટવ નામનો 20 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે સીમ વિસ્તારમાં એક ખાનગી કંપનીની પવનચક્કી ઉપર ચડીને સમારકામ કરી રહ્યો હતો.
જે દરમિયાન આશરે 50 ફૂટ ઉપરથી નીચે પટકાઈ પડતાં ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે તેની સાથે જ કામ કરતા રવિ કુમાર મોરપાલસિંહ જાટવે પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ એ.એમ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.
