વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ

સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે 1250 થી વુ અસકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ…

સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે 1250 થી વુ અસકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ (ગોપાલવાડી) ખાતે કે જયાં ગૌમાતાઓનું પણ આશ્રય સ્થાન આવેલું છે ત્યાં આજે બપોરના અરસામાં તથા ગૌમાતાના આશ્રય સ્થાનની બાજુમાંજ આવેલ વિશાળ ગોડાઉનમાં ગૌમાતાઓ માટે રાખેલ સુકા ઘાસ ચારાના જંગી જથ્થામાં કોઇ કારણોસર આગ લાગેલ હોઇ જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા-તરફી મચી જવા પામી હતી. ત્યાં સ્થાઇ થયેલ કર્મચારી અને મજુરોએ તાત્કાલીક ઘટનાની જાણ કરતા મોટી જાનહાની ટળી હતી અને તમામ ગૌમાતા સુરક્ષીત રહી હતી.

આ અંગે ઘટનાની જાણ થતાજ ટ્રસ્ટી મહેશભાઇ રાજવીર, પાલીકા પુર્વ ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, અમીતભાઇ સેજપાલ, રાજભાિ સોમાણીલ જતીનભાઇ ભીંડોરા સહીત સંખ્યાબંધ ગૌભક્તો તાત્કાલીક ગોપાલવાડી ખાતે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ટીમને પણ જાણ કરાતાની સાથે જ સમયસર ઘટના સ્થળે પહોંચી ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી ચાર કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવેલ હતો. જયારે સંસ્થાના પ્રમુખ મુન્નાભાઇ બુધ્ધદેવ સહીતના અન્યો ટ્રસ્ટીઓની ટેલીફોન મુલાકાતમાં આ ટ્રસ્ટના ગોડાઉનમાં પંદરથી પણ વધુ ગાડી સુકો ઘાસચારો રાખવામાં આવેલ હતો જે આગામી ચોમાસા દરમ્યાન ગૌમાતાઓને અપાતો હોય છે.

જેની અંદાજીત કિંમત 17 થી 20 લાખ જેટલી થતી હોય છે. જયારે હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહેલ છે ત્યારે આ દુર્ઘટના બની છતા કોઇ પણ જાનહાની કે અસંખ્ય ગૌમાતાઓના આબાદ બચાવથી ગૌ સેવકો તથા ગૌભક્તોએ રાહતનો દમ લીેલ હતો. અંતમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીએ ચોમાસાની ઋતુ નજીક આવતી હોવાથી ચોમાસા દરમ્યાન ગૌમાતાને અપાતો સુકો ઘાસચારો ફરી એકત્રીત કરવા માટેની ચિંતા વ્યકત કરી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ પણ પાલીકા સદસ્યો સાથે ટેલીફોનીક વાતચીતથી પરિસ્થતીનો તાગ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *