રીબડા ગામે રેલવે સ્ટેશન નજીક ભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેણી દોઢ વર્ષથી રિસામણે હતી અને છૂટાછેડાની વાતચાલતી હોય જે તેને ન ગમતા આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવાના બેડલા ગામે રહેતી અને હાલ રીબડા ગામે રેલવે સ્ટેશન પાસે તેના ભાઇના ઘરે રિસામણે આવેલી ગીતાબેન જેન્તીભાઇ ગોવાણી (ઉ.વ.35)નામની મહિલાએ આજે સવારે તેના ભાઇના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં ગીતાબેનના લગ્ન 17 વર્ષ પહેલા થયા છે. તેમને સંતાનમાં બે પુત્ર છે પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેણી દોઢ વર્ષથી ભાઇના ઘરે રિસામણે આવી હતી. હાલમાં છૂટાછેડાની વાત ચાલતી હોય પરંતુ છોકરા મોટા થઇ ગયા હોવાથી છૂટાછેડા લેવા તેને પસંદ ન હોય જેથી તેણીએ હાથમાં છરકા કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે.
