પૂંઠાની આડમાં છૂપાવી ઘુસાડેલ 7193 બોટલ વિદેશી દારૂ સહિત રૂા.27.33 લાખનો મુદ્દામાલ કબજે, રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખૂલ્યા
ગોંડલ નજીક ભરૂૂડી પાસે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રૂૂ.22.23 લાખના વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનના તર્ક ચાલકની ધરપકડ કરી રૂૂ. 27.33 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરતા ત્રણ શખ્સોના નામ ખુલ્ય હતા.
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ભરૂૂડી ગામ નજીક રાજકોટ થી જેતપુર તરફ જતા હાઇવે ઉપર એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે જીજે -21-વી-0767 નંબર ના ટ્રકને અટકાવી તલાશી લેત તેમાંથી પૂઠાની આડમાં છુપાવી લઇ જવાતો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો. ટ્રક માંથી રૂૂ.22.13 લાખની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો 7,193 બોટલ તેમજ ટ્રક સહીત કુલ કી.રૂૂ.27,33,952 નો મુદામાલ કબજે કરી સુભાષ બીરબલભાઈ સારણ ( રહે- જાલોર)ની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂ મામલે કલ્પેશ હાંકા (બીસનોઈ) (રહે. ઘોલીયાભાટા ગામ તા. ધોરીમના જી.બાડમેર (ઇંગ્લીશ દારૂૂ મોકલનાર) તેમજ ઇંગ્લીશ દારૂૂ મંગાવનાર નું નામ ખુલ્યું હતું.
રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી., ગોહીલ,કે. એમ.ચાવડા ચાવડા, આર.વી.લીમાણી તથા એ.એસ. આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા જયવિરસિંહ રાણા તથા અનીલભાઈ બડકોદીયા, તથા ભાવેશભાઈ ચાવડા તથા ઈન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, મનીષભાઇ વરૂૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેટા, મંદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, અરવીંદસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મકવાણા, રણજીતભાઈ બોરડ, ભરતભાઈ ગમારા, વીજયભાઈ સૌરાર, ઈશીતભાઈ માણાવદરીયા, શક્તિસિંહ જાડેજા, નિકુંજભાઈ સુતરીયા તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ દ્વાર કામગીરી કરી હતી.
