શહેરના વાણીયા વાડીમાં શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57)ના મોટાભાઈ ભરતભાઈને મોરબીમાં લૌકિક પ્રસંગમાં જવાનું હોય જેથી તેઓ બસપોર્ટ પર ગયા હતા અને ત્યાંથી મોરબીની બસમાં બેઠા ત્યારે જાણ થઈ કે તેના ખિસ્સામાં રહેલા 11 હજારની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાવી હતી.
મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા 18/02ના રોજ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ હું મારા કામના સ્થ ળે ધ રેમન્ડ શો રૂૂમ ખાતે હતો ત્યારે મારા મોટાભાઇ ભરતભાઇનો ફોન આવેલ અને મને જણાવેલ કે મોરબી ખાતે રહેતા અમારા સંબંધીનો દિકરો અવસાન પામેલ છે અને તેની સ્મશાન યાત્રા બાકી હોય જેથી તેની સ્મશાન યાત્રામા રાજકોટ થી મોરબી ખાતે જવા માટે મારા કામના સ્થળેથી રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ગયેલ અને રાજકોટ બસ સ્ટેન્ડ હુ પ્લેટ ફોર્મ નં.06 અને 07 ની વચ્ચે મોરબી બસની રાહ જોઇને ઉભો હતો તેવામા મોરબી-રાજકોટ ઈન્ટરસીટી બસ આવતા હું તે બસમા ચઢી ગયો હતો અને સીટમા બેસવા જતા મારા પેન્ટના પાછળના ખીસ્સામાં હાથ ના ખીને મારૂૂ પર્સ ચેક કરતા મારુ પર્સ જેમા રૂૂ.11,000/- રોકડા તથા મારૂૂ પાનકાર્ડ, આધારકાર્ડ રાખેલ હતા.
તે ના મળી આવતા મારુ પર્સ ચોરાયાની શંકા જતા હું તુરંતજ બસમાંથી નીચે ઉતરીને પ્લેટફોર્મ નં. 06 અને 07 આજુબાજુમા તપાસ કરતા આ મારૂૂ પર્સ મળી આવેલ નહીં જે પર્સમાં કુલ રૂૂ.11,000/- તથા પાનકાર્ડ તથા આધારકાર્ડ રાખેલ હતા.બાદમાં મે મારી રીતે તપાસ કરતા મારા રૂૂ.11,000/- વાળુ પર્સ મળી આવેલ ન હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.
