રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકી

શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા…

શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની 10 જેટલી ટીમ તાત્કાલીક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે બપોર સુધી આગના લબકારા યથાવત હોવાનુ જાણવા મળ્યુ છે. સદનશીબે આગમાં કોઇ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં મોટા પાયે નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ રેલનગર પાસે આવેલા લાલબહાદુર ટાઉનશીપ પાસે આવેલા મોટા ભંગારના ડેલામા વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જે આગની ઘટનાને લઇ ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર દાડવવામાં આવ્યા હતાં. ફાયરના સ્ટાફે અહીં આવી જોતા આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને આગ કાબુમાં લાવવી મુશ્કેલ જણાતી હોય જેથી એક એક બાદ 10 જેટલા ફાયર ફાઇટર આગ બુજાવવાની કામગીરીમાં દોડાવાયા હતાં.

10-10 ફાયર ફાઇટરો દ્વારા કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. બપોર સુધીમાં આગ કાબુમાં આવી ગઇ હતી જો કે, ભંગારના ડેલામાં હજૂ આગના લબકારા યથાવત હોય ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી.
આગમાં અહીં રહેલી પસ્તી તથા ભંગાર સળગીન ખાખ થઇ ગયો હતો. આગે ભીષણ સ્વરૂૂપ ધારણ કરી લીધુ હોય જેથી મોટાપાયે નુકશાન થવાની શકયતા સેવાઇ રહી છે. આગ કયાં કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.આગમાં કોઇ જાનહાની થયાનું જાણવા મળ્યુ નથી.

ભંગારના ડેલામા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં અહીં રહેલું બુલડોઝર બળીને ખાખ થઇ ગયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતુું. આગ એટલી વિકરાળ હતી કે, તેને કાબુમાં લેવા માટે મુખ્ય ફાયર સ્ટેશન ઉપરાંત રામપીર, રેલનગર, કનકનગર, બેડીપરા, કાલાવડ, ઇઆરસી સહિતના ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો દોડાવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *