ગાંધીગ્રામમાં રહેતા પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

રૈયા ચોકડી પાસે વૃદ્ધનું બેભાન હાલતમાં મોત હૃદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ અનેક માનવ જીદંગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ એક બનાવમાં…

રૈયા ચોકડી પાસે વૃદ્ધનું બેભાન હાલતમાં મોત

હૃદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ અનેક માનવ જીદંગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ગાધીગ્રામ વિસ્તારમાં રહેતા પ્રૌઢનુ હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ મેઇન રોડ પર રહેતા કલ્પેશભાઇ હસમુખભાઇ મહેતા (ઉ.વ.45)ને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયા હતા. પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોક લાવણી છવાઇ જવા પામી છે.

બીજા બનાવમાં રૈયા ચોકડી પાસે રહેતા અરવિદભાઇ રતીલાલભાઇ પરમાર નામના 85વર્ષની વૃદ્ધનું બેભાન હાલતમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *