રખડતા ઢોરનો આતંક: ગઢકા અને હડાળા પાસે બે બાઇકચાલક આખલા સાથે અથડાયા

રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં ગઢકા ગામ અને હડાળા ગામ…

રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં ગઢકા ગામ અને હડાળા ગામ નજીક બે બાઇક ચાલક આખલા સાથે અથડાયા હતા. બંને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે મળતી વિગત મુજબ શહેરી ભાગોળે આવેલા ગઢકા ગામે રહેતો વિશાલ ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.21) રાત્રીના આર.કે.યુનિ.ના ગેટ પાસેથી સ્કૂટર લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે આખલા સાથે અથડાયો હતો. જયારે હડાળા ગામે રહેતા નીકુલ વિક્રમભાઇ પારીયા (ઉ.વ.21) સાંજના ચારેક વાગ્યા અરસામાં રતનપર ગામ પાસેથી બાઇક લઇને પસાર થતો હતો ત્યારે અચાનક રસ્તા પર આખલો રસ્તા પર આવી જતા બાઇક આખલા સાથે અથડાયુ હતુ. બંને અકસ્માતમા ધવાયેલા બંને યુવકનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય બનાવમાં જૂદા જૂદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પોપટપરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતી હેપ્પી રાકેશભાઇ વોરા (ઉ.વ.23)નામના પાકા કામના કેદીએ બીમારીથી વધુ પડતી દવા, રણછોડનગરમાં રહેતી રીયાબેન રમીતભાઇ નામની 20 વર્ષની પરીણીતાએ વાસણ સાફ કરવાનું લીકવીડ અને શાપરમાં આવેલા સર્વોદય સોસાયટીમાં મુકેશ ભરતભાઇ તંતી (ઉ.વ.33)એ ફિનાઇલ પી લીધુ હતુ. જવલનશીલ પ્રવાહી પી લેનાર પરિણીતા સહિત ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *