ગોકુલધામના ગેઇટ પાસે મિત્રને મળવા ગયેલા યુવાનને નવલનગરના શખ્સે છરી ઝીંકી

150 ફૂટ રિંગ રોડ પુનિતના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ ઉર્ફે ઠુંડી રસિકભાઈ બકરાણીયા(ઉ.23)એ ફરિયાદમાં નવલ નગરના બાબુ ઝાપડા અને જયેશ ઝાપડાનું નામ આપતા…

150 ફૂટ રિંગ રોડ પુનિતના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ ઉર્ફે ઠુંડી રસિકભાઈ બકરાણીયા(ઉ.23)એ ફરિયાદમાં નવલ નગરના બાબુ ઝાપડા અને જયેશ ઝાપડાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.યશે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તા.19/12ના રાત્રીના હું તથા મિત્ર મીત રાજ્યગુરુ બંન્ને ખોડીયાર હોટલ ગોકુળધામ ગેટ સામે મિત્ર કલ્પેશ ને મળવા માટે ગયેલ હતા તે દરમિયાન ખોડીયાર હોટલ ખાતે મારો મિત્ર ગટ્યો બોરીચા તથા બાબુ ઝાપડા બંને ત્યાં ઊભા હતા.જે ગટ્યો આહીર મને જોઈ જતા મારી પાસે આવેલ અને મારી સાથે મજાક કરવા લાગેલ અને બાદ બાબુ ઝાપડા પાસે આવી અને મને કહેવા લાગેલ કે કેમ ગાળો બોલો છો?

એમ કહી આ બાબુ ઝાપડા મને ગાળો આપવા લાગેલ જેથી મેં આ બાબુ ઝપડાને ગાળો આપવાની ના પાડતા આ બાબુ ઝાપડાએ તેના ભાઈ જયેશ ઝાપડા ને ફોન કરી અને બોલાવેલ જેથી જયેશ ઝાપડા તેનું એકટીવા લઈને આવેલ અને જયેશ ઝાપડા પણ મને ગાળો બોલવા લાગ્યો હતો.

આ બાબુ ઝાપડાએ તેના હાથમાં પેહેરેલ કડુ મને માથામાં મારી દિધેલ જેથી હું નીચે પડી ગયેલ અને બાદ હું ઊભો થતા સમયે જયેશ ઝાપડા એ તેના નેફામાં રહેલ છરી કાઢી મને ડાબા ગાલ પર મારી દીધેલ અને મને કહેલ કે આજે તો તને પતાવી જ દેવો છે બાદ આજુબાજુમાં માણસો ભેગા થઈ જતા આ બંને ભાઈઓ તેઓનુ એકટીવા લઈને નાસી ગયેલ જેથી હું મિત્ર નું મો.સા. લઈને આ બંને ભાઈઓને રોકવા જતા બાબુ ઝાપડાએ મારા મો.સા ને લાત મારી અને મને નીચે પાડી દીધો હતો.બાદમાં બાબુએ એકટીવા ઊભું રાખી અને મારી પાસે આવી અને મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને બાદ આ બાબુ ઝાપડા અને જયેશ ઝાપડા તેઓનુ એકટીવા લઈને નાશી ગયો હોય જેથી આ બાબુ ઝાપડા અને જયેશ ઝાપડા બંને સાથે મળી અને મને બાબુ ઝાપડાએ માથાના ભાગે કડું મારી અને જયેશ ઝાપડાએ તેની છરી મને ગાલ ઉપ2 મારી તથા ઢીકા પાટુનો માર મારી અને ભાગી ગયા હતાં.આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *