શહેરના શીતલ પાર્ક પાસેથી ચોરાઉ રીક્ષા સાથે પોલીસે બજરંગવાડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે ત્રણ દિવસ પૂર્વે હનુમાનમઢી પાસેથી આ રીક્ષા ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે રીક્ષા કબજે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇ અને એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. ભવદિપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી,કોન્સ. મુકેશભા સબાડ અને જયદેવસિંહ પરમારને મળેલી બાતમીના આધારે શીતલ પાર્ક સર્કલ પાસે મેઇન રોડ પર શંકાસ્પદ રીક્ષા સાથે એક શખસને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ વિજય અશોકભાઇ બોઝ(ઉ.વ. 40 રહે. બજરંગવાડી સર્કલ પાસે શેરી નં. 14,રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે રીક્ષાના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે રીક્ષાના નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતા રીક્ષાના બીજાના નામે હોવાનું માલુમ પડયું હતું. બાદમાં આ શખસની સઘન પુછતાછ કરતા તેણે ત્રણ દિવસ પૂર્વે હનુમાનમઢી ચોક પાસે રંગઉપવન સોસાયટીના ગેટ નજીકથી આ રીક્ષા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. તેમજ રીક્ષા ચોર્યા બાદ મુસાફરોનાં ફેરા કર્યા હતા અને છેલ્લે રીક્ષા સિવીલ હોસ્પીટલ નજીક મુકી આરોપી ભાગી ગયો હતો. જેથી પોલીસે રૂૂ. 45 હજારની કિંમતની આ રીક્ષા કબજે કરી આ શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપી સામે અગાઉ રાજકોટ રેલવે પોલીસ અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં દારૂૂના ગુના નોંધાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરી હેઠળ પીએસાઇ એમ.વી.જાડેજા તથા હેડ કોન્સ. રવીભાઇ ગઢવી, શબ્બીરખાન મલેક, રોહિતદાન ગઢવી, ભવદિપસિંહ ગોહિલ, કોન્સ. મુકેશભાઇ સબાડ, રધુવિરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા અને જયદેવસિંહ પરમાર સાથે રહ્યા હતાં.
