માંડાડૂંગરમાં માનસરોવર પાર્કમાં ફૂટ વેંચતી યુવતીને સગપણ મામલે શખ્સે મારમારી અને સગપણ નહીં થવા દેવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસમાં ફીરયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માંડાડૂંગરમાં ભીમરાવનગરમાં રહેતા સોનલબેન જેશાભાઇ વારવેડિયા (દેવી પૂજક) (ઉ.વ.25)નામની યુવતી ગઇકાલે માનસરોવર પાર્ક પાસે ફૂટ વેંચતી હતી. ત્યારે અમૃતભાઇએ અને તેની સાથેના અજાણયા વ્યકિતએ મારમારતા તેમને સિવિલમાં ખસેડાઇ છે. સોનલબેને જણાવ્યું હતુ કે, તેના સગપણ વાત ચાલતી હોય જે આરોપી અમૃતને ન ગમતા ધમકી આપી કે તારું સગપણ હું કયાય થવા દઇશ નહીં આ મામલે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
